- ડીસીજીઆઈ નકલી દવા બનાવતી કંપનીઓ સામે કાર્વાહી કરી
- આ પ્રકારની 18 કંપનીઓને તાળા માર્યા
દિલ્હીઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી દવા બનાવતી કંપનીઓ પર તવાઈ બોલાવામાં આવી છે,ત્યારે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ નકલી દવાઓના ઉત્પાદન કરતી કંપનીઓ પર ફરી કાર્યવાહી કરતા 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ રદ કર્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ડીસીજીઆઈએ 20 રાજ્યોની 76 કંપનીઓની ઓળખ કરી હતી કે જેઓ નકલી દવાઓ બનાવામાં સંડોવાયેલી હતી.આજ રોજ ગુરુવારે જણાવામાં આવ્યું કે સરકાર નકલી દવાઓ બનાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ ક્રમમાં હિમાચલ પ્રદેશમાં 70 કંપનીઓ, ઉત્તરાખંડમાં 45 કંપનીઓ અને મધ્ય પ્રદેશમાં 23 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જે કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાંની મોટાભાગની કંપનીઓ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની હતી. 30 ડિસેમ્બર, 2022 થી તાત્કાલિક અસરથી ઉત્પાદન કરવા માટે દેહરાદૂનમાં રજિસ્ટ્રાર, હિમાલયા મેડિટેક પ્રાઇવેટ લિમિટેડનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને આ વર્ષે 7 ફેબ્રુઆરીએ 12 ઉત્પાદનોના ઉત્પાદનની પરવાનગી રદ કરવામાં આવી હતી.બનાવટી દવાઓના ઉત્પાદનમાં સામેલ દેશભરની ફાર્મા કંપનીઓ સામે હજુ પણ મોટા પાયે કાર્યવાહી ચાલી રહી છે.
હિમાચલ પ્રદેશની શ્રી સાઈ બાલાજી ફાર્માટેક પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કારણ બતાવો અને ઉત્પાદન બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે. ઇઝી ફાર્માસ્યુટિકલ્સ કંપનીને પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ સાથે પ્રોડક્શન ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ સાથે જ એથેન્સ લાઈફ સાયન્સ કંપનીને પણ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.હિમાચલ પ્રદેશની લેબોરેટ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડિયા લિમિટેડ કંપનીનું લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યું છે.