- જનરલ બિપિન રાવતની અસ્થીનું વિસર્જન
- હરિદ્રાર ખાતે આજે અસ્થી વિસર્જન થશે
દિલ્હીઃ- દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતની અસ્થિઓ આજરોજ શનિવારે હરિદ્વાર ગંગામાં વિસર્જન કરવામાં આવશે. સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની અને અન્ય સૈન્ય અધિકારીઓનું 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અચાનક મૃત્યુ થયું હતું.
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે 10 કલાકે વીઆઇપી ઘાટ ખાતે પૂ. બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે.
ડીએમએ જણાવ્યું કે તેમની પુત્રીઓ કૃતિકા અને તારિણી અને પરિવારના સભ્યો અસ્થિઓને હરિદ્વાર લાવશે. તેમના કાફલામાં લગભગ છથી સાત વાહનનોની હાજરી હશે. VIP ઘાટ પર અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે.
ડીએમએ કહ્યું કે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ પણ આવે તેવી શક્યતા છે. જો કે આ મામલાનું હજી સુધીકોઈ તેનું લેખિત શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી.
આ સાથે જ શ્રી મહંતે કહ્યું કે ઉત્તરાખંડ સરકારે જનરલ બિપિન રાવતની યાદમાં એક ભવ્ય સ્મારક બનાવવું જોઈએ. જો સરકાર અખાડા પરિષદને જમીન આપે છે, તો અખાડા પરિષદ તમામ અખાડાઓ અને સંતોની મદદથી ભવ્ય સ્મારકો અને મંદિરોનું નિર્માણ કરશે. તેમણે અકસ્માતમાં શહીદ થયેલા સૈન્ય અધિકારીઓના પરિવારજનોને કેન્દ્ર સરકાર પાસેથી 50-50 કરોડની આર્થિક સહાયની માંગ કરી હતી.