નવી દિલ્હીઃ આધાર કાર્ડમાં મફતમાં સુધારો કરવાની સમયમર્યાદામાં સરકારે મોટી રાહત આપી છે. પહેલા અપડેટ કરવાની છેલ્લી તરીક 14 માર્ચ હતી. પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે. આ બાબતની જાણકારી યુઆઈડીએઆઈ એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે. આ સેવા મફતમાં myAadhaar portal પર મળી રહે છે. જેમનું આધારકાર્ડ10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હોય તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી, તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લોગઈન કરવું પડશે. આ મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી હતી જે વધારીને હવે 14 જૂન કરી દેવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું, ફોન નંબર અથવા અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાના 4 મહિનાનો સમય છે.
▪️સૌથી પહેલા તમારે https://myaadhaar.uidai.gov.in/ વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમારે તમારા આધાર નંબર અને OTPની મદદથી લોગ ઇન કરવાનું રહેશે.
▪️આ પછી તમારી પ્રોફાઇલ પર ઓળખ અને સરનામા સંબંધિત માહિતી દેખાવાનું શરૂ થશે.
▪️જો તમારી વિગતો સાચી હોય તો વેરીફાઈ પર ક્લિક કરો. જો માહિતી સાચી નથી તો નવું ઓળખ કાર્ડ અપલોડ કરવા માટે પસંદ કરો. પછી તેને અપલોડ કરો.