કેરળમાં મોતનો સામાન ઝડપાયોઃ 8000 જીલેટિન સ્ટિકનો જથ્થો જપ્ત
બેંગ્લોરઃ દક્ષિણ ભારતના કેરલમાં મોટી માત્રામાં મોતનો સામાન મળી આવ્યો હતો. શોરાનુર પાસેથી પોલીસને 8 હજાર જેટલા જીલેટિન સ્ટીક મળી આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
પ્રાથમિક માહિતી અનુસાર કેરળના શોરાનુર પાસેથી પોલીસને બીનવારસી હાલતમાં 40 જેટલા બોક્સ મલી આવ્યાં હતા. આ બોક્સમાં લગભગ 8 હજાર જીલેટિન સ્ટીક મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
કેરળમાં પોલીસે (Kerala Police)મોટી સંખ્યામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. કેરળ પોલીસને શોરાનુર પાસે લગભગ 8000 જીલેટીન સ્ટિક (Gelatin Sticks)ખુલ્લામાં પડેલી મળી છે. આ 40 બોક્સમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે તેને કબ્જે કરીને તપાસ હાથ ધરી છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળવો ચોંકાવનારો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમને અહીં કોણે અને શા માટે રાખ્યા હતા.
પોલીસનું કહેવું છે કે આસપાસમાં પડેલા વિસ્ફોટકો અંગે સ્થાનિક લોકોએ તેમને જાણ કરી હતી. પોલીસની ટીમે આવીને તપાસ કરતાં તે જીલેટીન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને આશંકા છે કે આ જીલેટીન સ્ટિક નજીકની ખાણોમાં વિસ્ફોટ કરવા માટે લાવવામાં આવી હશે.