Site icon Revoi.in

ઈઝરાયલ સાથે સમજૂતી કરવી ઈરાન માટે ઘાતક સાબિત થશેઃ આયાતુલ્લા અલી ખમેની

Social Share

નવી દિલ્હીઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ પશ્ચિમ એશિયામાં તણાવ અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર હુમલાની ચેતવણીને કારણે સર્જાઈ રહેલા દબાણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલ સાથે સમજૂતી કરવી અથવા પીછેહઠ કરવી ઈરાન માટે ઘાતક સાબિત થશે અને તેનું પરિણામ તેણે ભોગવવું પડશે.

હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલ સામે હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. પરંતુ અમેરિકા સહિત અન્ય ઘણા દેશો ઈરાન પર યુદ્ધ રોકવા માટે દબાણ કરી રહ્યા છે. આ અંગે અયાતુલ્લા અલી ખમેનીએ દુશ્મન દેશોના મનોવિજ્ઞાનની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, ઈરાન પર દબાણ લાવવું કે તેને ઈઝરાયલ વિરુદ્ધ કોઈપણ જવાબી કાર્યવાહીની યોજના કરતા અટકાવવું યોગ્ય નથી. તેમણે ઈરાનને ચેતવણી આપી હતી કે, જો કોઈપણ પ્રકારની સૈન્ય, રાજકીય કે આર્થિક પીછેહઠ કરવામાં આવશે તો ઈરાનને સખત દૈવી સજા ભોગવવી પડશે.

ખામેનીએ કહ્યું કે સરકારે વિશ્વની મોટી શક્તિઓની માંગણીઓ સામે ઝૂકવાની જરૂર નથી. તે તેના લોકોની શક્તિનો લાભ લઈને અને વિરોધીની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરીને આ દબાણનો સામનો કરી શકે છે. તેમણે 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી દુશ્મનની શક્તિને અતિશયોક્તિ અને ઈરાનને નબળું પાડવાના યુએસ, બ્રિટિશ અને ઈઝરાયેલના પ્રયાસોનું ઉદાહરણ પણ ટાંક્યું હતું.

 

#KhameneiWarnsIran, #NoDealWithIsrael, #IranIsraelTensions,#AyatollahAliKhamenei, #IranSupremeLeader, #MiddleEastPolitics, #IsraelIranConflict, #KhameneiOnIsrael, #IranNationalSecurity, #NoNormalizationWithIsrael, #Geopolitics, #MiddleEastNews, #InternationalRelations, #GlobalPolitics, #WorldNews, #Politics, #Diplomacy, #ForeignPolicy