Site icon Revoi.in

મહાયોગી શ્રી અરવિંદ ઘોષની પુણ્યતિથિઃ ઈંગ્લેન્ડમાં અભ્યાસ બાદ અંગ્રેજોની ગુલામીને બદલે રાષ્ટ્રસેવાના જીવનવ્રતને સ્વીકાર્યું હતું

Social Share

મહાયોગી શ્રી અરવિંદ ઘોષની આજે 5મી ડિસેમ્બરના રોજ પુણ્યતિથિ છે. તેમનો જન્મ કોલકત્તામાં થયો હતો. પિતાજીએ તેમને વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા અને તેઓ માત્ર ૧૮ વર્ષની ઉંમર માં આઈસીએસ પરીક્ષા પાસ કરી હતી. આઈસીએસ પરીક્ષા બાદ ઘોડેસવારીની પરીક્ષા બ્રિટિશ સરકારમાં અધિકારી બનવા આવશ્યક હોય છે પરંતુ તેમને અંગ્રેજોની ગુલામી કરવી પડે માટે ઘોડેસવારીની પરીક્ષા આપી ન હતી, અને રાષ્ટ્રસેવાના જીવનવ્રતને જીવનમાં સ્વીકાર્યું હતું. તેમની પ્રતિભાથી વડોદરા નરેશ શ્રી સયાજીરાવ અત્યાધિક પ્રભાવિત હતા. તેથી તેમણે તેમના રાજ્યમાં અરવિંદ ઘોષને શિક્ષણશાસ્ત્રી તરીકે નિયુક્ત કર્યાં હતા. વડોદરા રાજ્યમાં તેમણે રાજ્યની સેનામાં ક્રાંતિકારીઓને પ્રશિક્ષણ અપાવ્યું હતું અને હજારો યુવકોને તેમને ક્રાંતિની દીક્ષા આપી હતી. એટલું જ નહીં બંગભંગના વિરોધમાં તેમણે ખૂબ સક્રિય ભૂમિકા ભજવી હતી.

મહાયોગી શ્રી અરવિંદ ઘોષે કિશોરગંજમાં સ્વદેશી આંદોલન નો પ્રારંભ કર્યો હતો, તમજ તેમણે વંદે માતરમ્ પત્રિકા નું પ્રકાશન શરૂ કર્યું હતું. બીજી તરફ બ્રિટિશ સરકાર તેમના ક્રાંતિકારી વિચારો અને કાર્યોથી ખૂબ આતંકીત હતી. અંગ્રેજોએ ચાલીસ યુવકો સાથે અરવિંદ ઘોષની ધરપકડ કરી અલીપુર જેલમાં કેદ કર્યા હતા. ઈતિહાસમાં આ અલીપુર ષડ્યંત્ર કેસ તરીકે જાણીતું બન્યું હતું.

14 વર્ષ બાદ જ્યારે હિન્દુ ભૂમિ પર પહેલો પગ અરવિંદ ઘોષે મુક્યો ત્યારે થયેલ અનુભૂતિ જણાવતાં કહ્યું હતું કે, “…આ સ્થૂળ અવકાશમાં અનંતરૂપ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત રહેલો છે. તેમજ સર્વવ્યાપી પરમાત્મા સ્થૂળ પદાર્થોમાં અને શરીરોમાં વાસ કરી રહેલો છે.” હિન્દુત્વએકાત્મ દર્શનના મહાયોગી, આધ્યાત્મિક વિભૂતિ, ક્રાંતિકારી, કવિ શ્રી મહર્ષિ અરવિંદ ઘોષની પુણ્યતિથિએ આપણે સૌ રાષ્ટ્રહિત જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કરીએ.