ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, બોલીવુડમાં શોકનું મોજુ
મુંબઈઃ જાણીતા ગઝલ ગાયક પંકજ ઉઘાસનું નિધન થતા બોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેઓ 72 વર્ષના હતા. 17મી મે 1951માં ગુજરાતના જેતપુરમાં તેમનો જન્મ થયો છે. પંકજ ઉધાસની દીકરી નાયાબ ઉધાસએ પિતાના નિધનની પૃષ્ટી કરી હતી. નાયાબ ઉધાસએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, લાંબી બીમારીને પગલે 26મી ફેબ્રુઆરીના રોજ પદ્મશ્રી પંકજ ઉધાસનું નિધન થયું છે.
રિપોર્ટ અનુસાર, પંકજ ઉધાસનું નિધન સવારે લગભગ 11 કલાકે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયું હતું. ગાયક લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. પંકજ ઉધાસના નિધનથી ફિલ્મ જગતમાં શોક ફેલાયો છે. તેમના પ્રશંસકો પણ દુખમાં ગરકાવ થયાં છે. તેમજ સોશિયલ મીડિયા ઉપર તેમને યાદ કરીને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં છે.
સોનુ નિગમએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, મારા નાનપણનો મહત્વપૂર્ણ હિસ્સો આજે ગુમાવ્યો છે. શ્રી પંકજ ઉધાસજી આપ હંમેશા યાદ આવશો. આપ રહ્યાં નથી, આ જોઈ મારુ દિલ ભરાવી આવ્યું છે. ઓમ શાંતિ…. લોકપ્રિય ગાયક અને મ્યૂઝીક કંપોઝર શંકર મહાદેવને જણાવ્યું હતું કે, પંકજ ઉધાસના નિધનથી સંગીત જગતને મોટુ નુકશાન થયું છે. તેની કોઈ ભરયાઈ કરી નહીં શકે.