નેલ્સન મંડેલા સાથે જેલમાં રહેનારા દ.આફ્રીકાના મૂળ ભારતીય રંગભેદ નિતી વિરોધી ઈબ્રાહીમ ઈસ્માઈલનું 84 વર્ષની વયે નિધન
- રંગભેદ નિતી વિરોધી ઈબ્રાહીમ ઈસ્માઈલનું નિધન
- રંગભએદ નિતીમાં નહત્વનો ફાળો
- નેલ્સન મંડેલા સાથે જેલમાં પણ ગયા હતા
દિલ્હીઃ- મૂળ ભારતીય અને રંગભેદ નિતીમાં પોતાનું મહત્વનું યોગદાન આપનારા એવા સામાજિક કાર્યકર્તા દક્ષિણ આફ્રીકાના અને મૂળ ભારતીય ઈબ્રાહીમ ઈસ્માઈલનું એવા 84 વર્ષની વયે નિધન થયું છે.ભારતીય મૂળના રંગભેદ વિરોધી ઈબ્રાહિમ ઈસ્માઈલ ઈબ્રાહીમનું 84 વર્ષની વયે નિધન થયું છે.
ઉલ્લેખનીય છે કે ઇબ્રાહિમે નેલ્સન મંડેલા અને અહેમદ કાથરાડા સાથે રોબેન આઇલેન્ડ પર જેલમાં વર્ષો વિતાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમના નિધનને લઈને કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી બીમાર રહ્યા બાદ ઈબ્રાહિમનું તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું.
આ સાથે જ એએનસી એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું કે કોમ ઈબી એએનસીના લાંબા સમયથી સભ્ય હતા. તેમણે દરેક સ્તરે દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યુ હતુ. ઇબ્રાહિમ માત્ર 13 વર્ષની ઉંમરે ચળવળમાં જોડાયા અને રોબેન આઇલેન્ડ પર નેલ્સન મંડેલા સાથે રાજકીય જેલી તરીકે પણ રહ્યા હતા
આ સાથે જ મહાત્મા ગાંધીની સત્યાગ્રહ પદ્ધતિથી ખૂબ પ્રભાવિત હતા. ઇબ્રાહિમની 1963માં ધરપકડ કરવામાં આવી હતી અને તેને રોબેન આઇલેન્ડ પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેણે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમા સાથે સમય વિતાવ્યો હતો. રોબેન આઇલેન્ડ પર સમય વિતાવતા દરમિયાન અભ્યાસ કરીને તેમણે યુનિવર્સિટીની બે ડિગ્રી મેળવી.