- સીએમ મમતા બેનર્જીએ રાજ્યપાલ ઉપર પણ આક્ષેપ
- જુનિયર તબીબોને ફરજ પર પરત ફરવા કરી અપીલ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આજે ભાજપના બંધના એલાનમાં કેટલાક સ્થળો ઉપર ઘર્ષણના બનાવો બન્યાં છે. દરમિયાન સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં વિધાનસભા બોલાવીશ, તેમજ 10 દિવસમાં દુષ્કર્મના કેસમાં દોષીને ફાંસીની સજાનું વિધાયક પસાર કરીને રાજ્યપાલને મોકલી દેવામાં આવશે. મને ખ્યાલ છે કે, તેઓ કહી જ કરશે નહીં, પરંતુ હું યુવતીઓને કહીશ કે તેમને ઘેરાવ કરે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોદી મોટી મોટી વાતો કરે છે. રાજ ભવનમાં એક યુવતી સાથે અયોગ્ય વર્તન થયું હતું.
સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું કે, વિરોધ પ્રદર્શન કરી રહેલા જુનિયર તબીબોને કામ પર પરત ફરવા માટે અપીલ કરી રહ્યું છું. અમે તેમની સામે કોઈ કાર્યવાહી કરીશું નહીં. ભાજપા એઆઈ મારફતે મોટા પ્રમાણમાં સાયબર ક્રાઈમમાં સંડેવાયેલું છે, જેથી સામાજિક અવ્યવસ્થા ફેલાઈ રહી છે. ભાજપાના બંધના એલાનનો ઉદ્દેશ બંગાળને બદનામ કરવાનો છે. તેમજ મહિલા તબીબના હત્યા કેસની તપાસને પાટા ઉપરથી ઉતારવાનું કાવતરુ ઘડવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક દિવસોથી સીબીઆઈ તપાસ કરી રહી છે પરંતુ શું કર્યું, તેનો કોઈ જવાબ નથી. ક્યાં ગયો ન્યાય? મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, હું ખુદ પીડિતાના ઘરે ગઈ હતી અને તેમ માતા-પિતાને મળી હતી. પોલીસે તેમને સીસીટીવી ફુટેજ પણ બતાવ્યાં છે.
#DeathPenaltyBill #MamataBanerjee #WestBengalAssembly #BengalPolitics #JusticeInBengal #MamataInAssembly #DeathPenalty #LawAndOrder #BengalNews #WestBengalUpdates