- એમપીના ખરગોન બસ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 22 થઈ
- PM મોદીએ દુખ વ્યક્ત કર્યું
- કેન્દ્રની સરકારે મૃતકોના પરિવાર માટે વળતરની કરી જાહેરાત
ભોપાલ- આજે સવારે મધ્યપ્રદેશમાં બસ જાણે કોળનો કોળીયો બની હતી,મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં પુલ પરથી બસ પડી જતાં 15 લોકોના મોતના સમાચાર હતા જો કે હવે મૃતકઆંક વધીને 22 થયો છે.આ ઘટનાને લઈને પીએમ મોદી, ગૃમંત્રી અમિત શાહ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ એ પણ દુખ વ્યક્ત કર્યું છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં નવ મહિલાઓ, નવ પુરૂષો અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે આ બસ શ્રીખંડીથી ઈન્દોર જવા રવાના થઈ હતી ત્ખયારે રગોન-થિકરી રોડ પરથી પસાર થતી વખતે અચાનક બસ બેકાબૂ થઈ ગઈ અને બુરાડ નદી પર બનેલા 50 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પડી ગઈ. અકસ્માત સમયે બસમાં 45થી વધુ મુસાફરો સવાર હતા.
ત્યારે હવે આ ઘટનાને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે.પીએમ મોદીએ કહ્યું, ‘ખરગોનમાં માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. આ સાથે જ હું તમામ ઘાયલોના જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
મૃતકોના પરિવાર માટે વળતરની કરી જાહેરાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર વતી મૃતકોના નજીકના પરિજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.આ સહીત બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ‘મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખરગોન જિલ્લાના ડોંગરગાંવ અને દાનસાગા વચ્ચે બસ દુર્ઘટનામાં લોકોના અકાળે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોની શાંતિ અને ઝડપથી સ્વસ્થ થવાની ભગવાનને પ્રાર્થના કરી.
રાજ્ય સરકારે પણ વળતરની જાહેરાત કરી છે જે પ્રમાણે મધ્યપ્રદેશ સરકાર દ્વારા મૃતકોના પરિવારને રુપિયા 4-4 લાખ આપવાનું કહેવાયું છએ જ્યારે અકસ્માતમાં ભીર રીતે ઘાયલોને 50-50 હજાર રૂપિયા અને સામાન્ય ઈજા પામેલા લોકોને 25-25 હજાર રૂપિયાની રાહત ની રાશી આપવા માટે જાહેરાત કરવામાં આવી છએ.