Site icon Revoi.in

નેપાળમાં ભારતીય પ્રવાસીઓને નડેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ નેપાળમાં, ભારતીય પ્રવાસીઓને લઈને પોખરાથી કાઠમંડુ પરત ફરી રહેલી ગોરખપુર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ બસમાં લગભગ 43 ભારતીયો હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને કહ્યું છે કે નેપાળમાં બસ નદીમાં પડી જતાં 41 લોકોના મોત થયા છે. નેપાળ આર્મી કેટલાક લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી બસ શુક્રવારે પોખરાથી કાઠમંડુ પરત ફરી રહી હતી. તનાહુન જિલ્લાના આઈના પહારા ખાતે બસ હાઈવે પરથી નદીમાં પલટી ગઈ હતી. 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 11 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. અન્ય ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવાયા હતા અને ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મૃતકોમાં ઘણા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાલ ગામના હોવાનું કહેવાય છે. ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા શનિવારે 24 મૃતદેહો મહારાષ્ટ્ર લાવવામાં આવશે.

#NepalBusAccident #GorakhpurBus #IndiaNepal #FatalAccident #41Deaths #MaharashtraCM #GirishMahajan #NepalArmy #EmergencyResponse #AirLift #Jalgaon #TribhuvanUniversityHospital #IndianAirforce #RoadAccident #TravelTragedy #NepalNews