Site icon Revoi.in

દેવાદાર પાકિસ્તાનની વધી સમસ્યા,છેલ્લા કેટલાક મહિનામાં અબજો ડોલરનું દેવું વધ્યું

Social Share

દિલ્હી:પાકિસ્તાન દેશની હાલ એવી સ્થિતિ સર્જાઈ છે કે,તેમની પાસે હવે કોઈ મોટા આવકના સ્ત્રોત રહ્યા નથી, સરકારની કમજોરીના કારણે આખો દેશ ખાડામાં ગયો છે તેમ કહી શકાય. જાણકારી અનુસાર પાકિસ્તાનની ઈમરાન સરકારે સત્તામાં તેના પ્રથમ ત્રણ વર્ષમાં કુલ 34.17 અબજ ડોલરના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આંકડા દર્શાવે છે કે પાકિસ્તાને 2018-19માં $8.41 બિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પછીના નાણાકીય વર્ષમાં, તેણે $10.45 બિલિયન (24 ટકા વધુ)ની લોન લીધી હતી.

પાકિસ્તાનની આર્થિક હાલત અતિ કફોડી છે,પાકિસ્તાન હાલ દેવાના બોજ તળીયે દબાઇ ગયું છે. પાકિસ્તાને નાણાકીય વર્ષ (2020-21) દરમિયાન $15.32 બિલિયનનું નવું બાહ્ય દેવું લીધું છે. દેશની આર્થિ પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે,મોંઘવારી તો જાણે સાતમા આસમાને પહોંચી છે.

આ સમાચાર પાકિસ્તાની મીડિયામાં દેશના આર્થિક બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા વિદેશી આર્થિક સહાય 2020-21 પરના વાર્ષિક અહેવાલને ટાંકીને પ્રકાશિત કરવામાં આવ્યા છે.

દેવાની જાળમાં ફસાયેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અહેવાલના જણાવ્યા અનુસાર દેશમાં સતત વિદેશી મુદ્રા સંકટને કારણે મોંઘવારી તેની ટોચ પર છે. લોટ, દાળ, ખાંડ અને ખાદ્યતેલના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં વૈશ્વિક દેવું પણ ઊંચા દરે મળી રહ્યું છે. જ્યારે વિશ્વ બેંક અને ઇસ્લામિક બેંકો પાસેથી મળેલી લોનનો ઉપયોગ લોનની રકમ ચૂકવવા માટે જ થઈ શકે છે.