24 ડિસેમ્બર એટલે ‘રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ‘ – જાણો, એક ગ્રાહક તરીકે ગ્રાહક સુરક્ષા સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો
- 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ
- ગ્રાહકોને સજાગ અને જાગૃત બનાવવા અનેક સેમિનાર યાજાતા હોય છે
- આ દિવસનો મનુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષાનો છે
દિલ્હીઃ-સમગ્ર દેશમાં 24 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે, આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતું ગ્રાહકોને પોતાના અધિકાર પ્રત્યે સજાગ અને જાગૃત બનાવવાનો છે, આ સાથે જ એક ગ્રાહક તરીકેને શું જવાબદારીઓ હોય છે તે પ્રત્યે ગ્રાહકરૃને સજાગ કરવા માટે આ દિવસનું મનહત્વ રહેલું છે.
વર્ષ 1986 અને 4 ડિસેમ્બના રોજ ગ્રાહકસુર્કષા કાયદાનું બિલ પાસ કરવામાં આવ્યું, ત્યાર બાદ વર્ષ 1991 અને વર્ષ 1993માં આ અધિનિયમમાં સંશોધન હાથ ધરવામાં આવ્યા હતા
આ અધિનિયમને વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે તે હતુથી વર્ષ 2002ના ડિસેમ્બર મહિનામાં એક વ્યાપાર સંશોધન લાવવામાં આવ્યું. અને પછી ગ્રાહક સંરક્ષણ અધિનિયમને 15 માર્ચ 2003થી લાગુ કરી દેવામાં આવ્યું.
5 માર્ચ વર્ષ 2004ના આ કાયદાને સંપૂર્ણ માન્યતા આપવામાં આવી. વર્ષ 2000માં નેશનલ કન્ઝ્યૂમર દિવસને પ્રથમ વખત ઉજવવામાં આવ્યો, ત્યાર બાદ દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ અનેક કાર્.ક્રમો થકી ગ્રાહકને જાગૃત કરવામાં આવે છે.
ગ્રાહક સુરક્ષાના ફાયદાઓ
ગ્રાહક બજાર વર્તમાન વ્યવસ્થાને લીધે વસ્તુની ગુણવત્તા, જથ્થો, કિંમત અને સેવા એમ દરેક બાબતે છેતરામણીનો ભોગ બનતો હોય છે. તેથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬ મુજબ વિવિધ સ્તરેથી અસરકારક કાર્યો થવા જોઈએ. ગ્રાહકને તેની ફરિયાદનું સરળ, ઝડપી અને સસ્તી રીતે નિવારણ કરી યોગ્ય વળતર અપાવે છે.
- ગ્રાહક એટલે જે વ્યકિત પોતાના અંગત ઉપયોગ માટે વસ્તુ ખરીદે અથવા સેવા મેળવે
- વપરાશકર્તાઓને આપવામાં આવતી કોઈપણ સેવાઓ જેવી કે બેંકિંગ, નાણાંકીય, વિમા, પરિવહન, પ્રક્રિયા, વીજ તથા અન્ય પૂરવઠો, રહેવા જમવાની સગવડ, મનોરંજન, સમાચાર, માહિતી પુરી પાડવી વગેરે. આમાં નિઃશુલ્ક સેવા કે વ્યકિતગત કરાર હેઠળની સેવાઓ ગણવાપાત્ર નથ
- વસ્તુની ગુણવત્તા, જથ્થો, શુદ્ધતા, ક્ષમતા, નિયત ધોરણ મુજબની ન હોય તો તેને ખામીયુકત સામાન ગણાય છે
- કાયદા પ્રમાણેના ધોરણો મુજબ ગુણવત્તા ન હોય કે કામગીરીમાં ખામી અથવા અપૂર્ણતા હોય તો તેને સેવામાં ઊણપ ગણાય છે.
મોનોપલીઝ એન્ડ રિસ્ટ્રીકટીવ ટ્રેડ પ્રેકટાઈસીસ એકટ ૧૯૬૯ની કલમ ૩૬/એ પ્રમાણે ગ્રાહકના હિતના ભોગે માલ વેચવાની પ્રથા એટલે કે ટૂંકમાં અનુચિત વેપારધંધાની પ્રથા. છેતરામણી થાય તો ગ્રાહકે ફરિયાદ કરવી જોઈએ ગ્રાહકને લાગે કે પોતે છેતરાયેલ છે તો તેણે તે બાબતે લેખિતમાં ફરિયાદ કરવી જોઈએ.
આ ફરિયાદ કરવા માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમ-૧૯૮૬ મુજબ ત્રિસ્તરીય માળખાની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં કેન્દ્રિય કક્ષાએ આ વિભાગના મંત્રીશ્રીના વડપણ હેઠળ કેન્દ્રિય સમિતિ, રાજય વિભાગના રાજય સરકારશ્રીના મંત્રીશ્રીના વડપણ હેઠળ રાજય સમિતિ અને જિલ્લા કક્ષાએ ગ્રાહક સુરક્ષા ફોરમની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
સાહિન-