Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની વસ્તુઓના નાણા આપવાનો કરાયો નિર્ણય

Social Share

લખનૌઃ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ યોદી આદિત્યનાથ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દર વર્ષે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક યુનિફોર્મ વિતરણમાં થતી મુશ્કેલીને દૂર કરીને તેમના માતા-પિતાના બેંક એકાઉન્ટમાં હવે સીધી નાણા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવાયો છે. યુનિફોર્મની સાથે વિદ્યાર્થીઓના શૂઝ અને મોજાના પણ નાણા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો-1થી 8 સુધીના વિદ્યાર્થીઓને ફ્રી યુનિફોર્મ, સ્વેટર, શૂઝ અને મોજાની સાથે સ્કૂલ બેગના નાણા વિદ્યાર્થીઓના માતા-પિતાના પીએફએમએસ મારફતે આપવામાં આવશે. આ અંગેનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને યોગી સરકારની કેબિનેટમાં મંજૂરીની મહોર મારવામાં આવી છે. યોગી સરકારે અન્ય એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારત ડાયનમિક લીમિટેડને ઝાંસીમાં જમીન આપવામાં આવશે. 183 હેક્ટર જમીન ડિફેન્સ કોરિડોરમાં આપવામાં આવશે. બીજી તરફ ડીઆરડીઓને પણ વિના મુલ્યે 80 હેક્ટર જમીન આપવામાં આવશે. બ્રહ્મોસ મિસાઈલનું નિર્માણ કરનારી ડીઆરડીઓને લખૌનમાં સરોજનીનગરમાં જમીન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ ભાજપ, કોંગ્રેસ, સપા અને બસપા સહિતની રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફરી એકવાર ભાજપ સત્તા જાળવી રહે છે કે, તેઓ આગામી દિવસોમાં જોવા મળશે. પરંતુ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જોરદાર રાજકીય ઉતાર-ચડાવ જોવા મળશે.