અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો બીજો કાળ સમાપ્ત થઈ ગયો છે. ત્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. કારોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી શકાય તે માટે એસ.વી.પી. હૉસ્પિટલ માં બેડ વધારવાની અને સીએનજી સ્માશન ગૃહ મેઇન્ટન્સ કરવા કામો મ્યુનિની બેઠકમાં મંજૂર કરાયા હતા. આ મામલે મ્યુનિ.કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઇ જણાવ્યુ હતુ કે, અમદાવાદ શહેરમાં કોર્પોરેશન સંચાલિત એસ વી પી હૉસ્પિટલમાં વધુ 350 ઑક્સિન સાથે બેડ ઊભા કરવા નિર્ણય કરાયો છે.
અમદાવાદ રો મ્યુનિ.કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી બેઠક મળી હતી. જેમાં અમદાવાદ શહેરમાં કોરોની સંભવિત ત્રીજી લહેર માટે એસ.વી.પી. હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ વધારવા માટે કરોડોનાં કામ મંજૂર કરાયા છે. કોરોના પ્રથમ અને બીજા વેવમાં એસ.વી. પી. હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. ફરી એકવાર એસ.વી.પી. હોસ્પિટલમા વ્યવસ્થા ઊભી કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચેરમેન દેસાઇએ વધુમાં જણાવ્યુ હતુ કે, હૉસ્પિટલ સાથે એએમસી દ્વારા સ્માશન ગૃહ પણ મેઇન્ટેન્સ કરવા નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં આવેલા 23 સીએનજી ભઠ્ઠી સ્મશાન ગૃહ મેઇન્ટશન પાછળ સાડા ચાર કરોડનો ખર્ચ કરાશે. પહેલા અને બીજી લહેરમાંથી મ્યુનિ.કોર્પોરેશન ઘણું શીખી રહી છે. તે અંતર્ગત હવે સંભવિત ત્રીજી લહેર માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની વોટર કમિટીની બેઠક પણ મળી હતી. વોટર કમિટીના ચેરમેન જંતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, શહેરમાં વારંવાર ડ્રેનેજ ઢાંકણા તૂટવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. હવેથી રસ્તા પર 5 ટન વજન સહન કરી શકે તેવા ઢાંકણાનો ઉપયોગ બંધ કરાશે. હવે ફક્ત 10, 15, 20, અને 40 ટન વજન સહી શકે એવા ઢાંકણા મૂકાશે.