Site icon Revoi.in

ગુજરાતની કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન કરવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી કોલેજો ઓનલાઈન શિક્ષણની પોતાની જરૂરિયાત મુજબ ચાલુ રાખી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત આઠ શહેરોમાં આવેલી સ્કૂલ અને કોલેજોમાં ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું છે. હાલ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ સરકારી ભરતીની અનેક પરીક્ષાઓ પણ હાલની સ્થિતિએ મોકુફ રાખવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં 5મી એપ્રિલથી 1થી 9ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોક, ઓનલાઈન શિક્ષણ ચાલુ જ રાખવામાં આવ્યું છે. જ્યારે હવે રાજ્યની તમામ ખાનગી અને સરકારી કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.