1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓને હડતાળના સમયનો 56 દિવસનો પગાર ચૂકવવાનો નિર્ણય
ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓને હડતાળના સમયનો 56 દિવસનો પગાર ચૂકવવાનો નિર્ણય

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓને હડતાળના સમયનો 56 દિવસનો પગાર ચૂકવવાનો નિર્ણય

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજ્યના વિવિધ કર્મચારી મંડળોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારીઓએ 56 દિવસ સુધી લડત આપી હતી. અને ત્યારબાદ સરકારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. હવે આરોગ્ય વિભાગના હડતાળના સમયનો 56 દિવસને રજામાં રૂપાંતર કરીને હડતાળ સમયનો પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જોકે રજા પગાર માટે લહેણી નીકળતી રજાઓની સામે શરતોને આધીન સરભર કરવાની રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર કેડરના કર્મચારીઓ પ્રશ્નોના ઉકેલ માટે 8 ઓગસ્ટથી હડતાલ પર ઉતર્યા  હતા. હડતાલનો અંત આવતાં 56 દિવસનો પગાર આપવાની માંગણી કરાઈ હતી. રાજ્ય સરકાર સાથે આરોગ્ય કર્મચારી મંડળોના આગેવાનોએ પણ સરકાર સમક્ષ હડતાળ સમયનો પગાર આપવાની માગણી કરી હતી. કર્મચારી મંડળો સાથેની બેઠકમાં પણ સરકારે હડતાળ સમયનો પગાર આપવા માટે સહાનુભૂતિથી વિચાર કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. પણ ત્યારબાદ સરકારે કોઈ નિર્ણય ન લેતા ફરીવાર સરકારને રજુઆતો કરવામાં આવી હતી. આખરે રાજ્ય સરકારે આરોગ્ય કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઉપરોક્ત આરોગ્ય કર્મચારીઓની 56 દિવસની ગેરહાજરીનો પગાર ચુકવવાનો આદેશ કર્યો છે. પરંતુ તેના માટે ઉપરોક્ત કર્મચારીઓના જમા રજા હિસાબમાં અથવા ભવિષ્યમાં લેહણી નીકળતી રજાઓની સામે રજાનો પગાર ચુકવવાનો આદેશ કરાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code