Site icon Revoi.in

સરકારી ડિગ્રી અને ડિપ્લોમાની 22 ઈજનેરી કોલેજોમાં નવા સત્રથી 800થી વધુ બેઠકો ઘટાડવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ રાજ્યમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી સરકારી ઈજનેરી કોલેજોમાં ભેટકોમાં વધઘટ કરાશે. જેમાં સરકારી ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરીંગમાં કોલેજોમાં 1500 જેટલી બેઠકો નવી બ્રાંચોમાં વધારાશે. ત્યારે જે સરકારી કોલેજોમાં જુની બ્રાંચોની બેઠકો ભરાતી નથી તેમાં ઘટાડો કરાશે.સરકારી ડિગ્રી એન્જિનિયરીંગની અને ડિપ્લોમા એન્જિનિયરીંગની 22 જેટલી કોલેજોમાં 800થી વધુ બેઠકો ઘટાડવામા આવશે. તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી નવા સત્રથી જ ડિગ્રી એન્જિનિયરીંગમાં દાહોદ સરકારી કોલેજમાં મિકેનિકલ 30, સિવિલની 30, મોડાસની કોલેજમાં ઓટોમોબાઈલની 30 અને મિકેનિકલની 60 તથા રાજકોટની કોલેજમાં ઓટોમોબાઈલની 30,મોરબી કોલેજમાં ઈલેક્ટ્રિકલની 60 ,સિવિલની 60 અને ભાવનગરની શાંતિલાલ શાહ સરકારી કોલેજમાં આઈસી બ્રાંચની 30 સહિત કુલ 330 બેઠકોની હાલની હયાત બેઠકોમાંથી ઘટાડો કરાશે

આ ઉપરાંત ડિપ્લોમા એન્જિનિયરીંગની સરકારી કોલેજોમાં ગાંધીનગર કોલેજમાં બાયોમેડિકલની 30, અમેરલીમાં સિવિલની 30, છોટાઉદેપુરમાં સિવિલની 30, ભાવનગરમાં ઓટોમોબાઈલની 30, છોટાઉદેપુરમાં ઈલેક્ટ્રિકલની 30,દાહોદમાં ઈલેક્ટ્રિકલની 30, ગાધીનગરમાં આઈસીની 30, અમરેલીમાં મિકેનિકલની 30, છોટાઉદેપુરમાં મિકેનિકલની 60,પાટણમાં મિકેનિકલની 30, વલસાડમાં મિકેનિકલની 60, હિમ્મતનગરમાં મિકેનિકલની 60, અમદાવાદમાં આરસી ટેકનિકલમાં પ્રિન્ટિંગ ટેકનોલોજીની 30 અને સુરતની એસ.એસ.ગાંધી કોલેજમાં ટેક્સટાઈલ પ્રોસેસિંગની 30 સહિત કુલ 510 બેઠકો ઘટાડાશે.

જ્યારે નવા સત્રથી વર્ષે ડિપ્લોમા ઈજનેરીમાં 9 કોલેજમાં 30 થી 60 બેઠકો સાથે નવી બ્રાંચો પણ શરૂ કરાશે. જેનાથી ડિપ્લોમા ઈજનેરીમાં 480 જેટલી બેઠકો વધશે.જ્યારે હાલની ડિપ્લોમા કોલેજોમાંથી વિવિધ બ્રાંચની અન્ય કોલેજોમાં 300 બેઠકો અને ડિગ્રી ઈજનેરીમાં પણ 300 બેઠકોનું સ્થળાંતર કરાશે. આ ઉપરાંત ડિગ્રી ઈજનેરીની 13 કોલેજોમાં 30 થી 60 બેઠકો સાથે નવી બ્રાંચો શરૂ કરાતા 660 બેઠકો વધશે અને ડિપ્લોમા ઈજનેરીમાં 13 સરકારી પોલીટેકનિકમાં નવી ઉભરતી બ્રાચોમાં 60 થી 120 બેઠકો સાથે કોર્સ શરૃ કરાશે અને 840 બેઠકો વધશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડિગ્રી ઇજનેરીની 13 અને ડિપ્લોમાં ઇજનેરીની 14 જેટલી બ્રાંચની નવી બેઠકો શરૂ કરવાનું નક્કી કરાયું છે. જે રીતે નવી 840 બેઠકો શરૂ કરાશે, તેવી રીતે છેલ્લા ત્રણ વર્ષના એડમિશનની વિગત જોઇ્ને જે બેઠકો ખાલી રહે છે તેવી બેઠકોને અન્ય કોલેજમાં ટ્રાન્સફર કરી છે. જેમાં ઇજનેરી કોલેજની 330 અને સરકારી પોલીટેકનિકની 780 બેઠકોનો સમાવેશ થાય છે.