- દેશમાં ઘટ્યા કોરોનાના કેસ
- છેલ્લા 5 મહિનાની સરખામણીમાં નોંધાયામાં સોથી ઓછા કેસ
- કોરોનાના દરરોજ આવતા કેસ 23 હજારથી ઓછા નોંધાયા
દિલ્હીઃ-કોરોના વાયરસના રોજિંદા કેસોમાં તાજેતરના સમયમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અંદાજે પાંચ મહિનાના લાંબા સમયગાળા પછી ભારતમાં કોવિડ -19 ના 23 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં, 22 હજાર 65 જેટલા નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સમગ્ર દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 94 લાખનો આકંડો વટાવી ગઈ છે. દર્દીઓના ,સાજા થવાનો દર પં સારો રહ્યો છે, સાજા થવાનો દર પણ 95 ટકાનો આંકડો પાર કરી ચૂક્યો છે જે એક સકારાત્મક બાબત છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે રજુ કરેલા અપડેટ આંકડા પ્રમાણે જો વાત કરીએ તો, કોવિડ -19ના નવા 22 હજાર 65 કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોનો કુલ આંકડો વધીને 99 લાખ 06 હજાર 165 થયો છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 354 લોકોના મૃત્યુ થયા છે તેની સાથે કુલ મૃત્યુઆંક 1 લાખ 43 હજાર 709 થઈ ચૂક્યો છે
જો આ આંકડા પ્રમાણે જોઈએ તો અત્યાર સુધી કુલ 94 લાખ 22 હજાર 636 લોકો કોરોના સંક્રમિત હોવા સાથે દેશમાં કોરોનાનાથઈ સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ વધીને 95.12 ટકા થયો છે.
કોરોનાથી મૃત્યુપામતા લોકોનો દર 1.45 ટકા છે. દેશમાં સતત નવ દિવસ સુધી સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા ચાર લાખથી ઓછી છે.હાલ એક્ટિવ કેસોની સંખ્યા કુલ 3 લાખ 39 હજાર 820 જોવા મળી રહી છે, આ સંખ્યા કુલ કેસોની 3, 43 ટકા જ છે.
સાહિન-