ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં ઘટતા મોંધવારીમાં રાહત – જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર
- ડિસેમ્બરમાં મોંધવારીમાં રાહત
- જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર
દિલ્હીઃ- દેશભરમાં ડિસેમ્બર મહિનામાં મોંધવારીમાં રાહત મળી છે, અનેક ખાધ્ય ચીજ વસ્તુઓના ભાવ ઘટવાની સાથે ભારતની જથ્થાબંધ કિંમતનો ફુગાવો નવેમ્બરમાં 5.85 ટકા થી ઘટીને ડિસેમ્બર 2022 માં 4.95 ટકા પર આવી ગયો છે. જે ભાવ ઘટાડાની અસર દર્શાવે છે.
ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાના દર હેઠળ ખાદ્ય ફુગાવાના દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ખાદ્ય ફુગાવો ડિસેમ્બરમાં ઘટીને 0.65 ટકા પર આવી ગયો છે, જે નવેમ્બર 2022માં 2.17 ટકા હતો.ખાદ્ય ચીજોમાં ફુગાવો (-) 1.25 ટકા હતો, જ્યારે ઇંધણ અને પાવરના કિસ્સામાં તે ડિસેમ્બર 2022 દરમિયાન 18.09 ટકા હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહિના દરમિયાન બાંધકામ ક્ષેત્રના ઉત્પાદનોમાં ફુગાવો 3.37 ટકા નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022 માં ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય ઉત્પાદનો, કાપડ અને રાસાયણિક ઉત્પાદનોના લેખોના ભાવમાં સાધારણ થવાને કારણે હતો.નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ડિસેમ્બર 2022માં લોકસભામાં ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર મોંઘવારી ઘટાડવા માટે પગલાં લેશે.