દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ગત વર્ષની સરખામણીમાં 11 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ વર્ષે કોરોના મહામારીની બીજી લહેરમાં સરકારની 49 ટકા લોકોએ કામગીરીને પસંદ કરી નથી. જો કે, હજુ 51 ટકા લોકો માને છે કે મોદી સરકારે દેશની જનતાની ઉમ્મીદ ઉપર ખરી ઉતરી છે. પીએમ મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર ઘટયો હોવાનું 39 ટકા લોકો માને છે. 70 ટકા લોકોએ આંતકવાદ સામેની કેન્દ્ર સરકારની કામગીરીને પસંદ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2014થી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મે 2019માં બીજી ટર્મ શરૂ થઈ હતી. આવતીકાલે મોદી સરકારને બે વર્ષ પુરા થશે. 2019માં 75 ટકા લોકોએ મોદીને સૌથી લોકપ્રિય ગણાવ્યા હતા અને તે રીતે જોઈએ. હાલ 70 ટકા લોકો એવું માને છે કે કોરોનાની પ્રથમ લહેર સરકારે યોગ્ય રીતે સંભાળી હતી પણ બીજી લહેરમાં ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટમેન્ટમાં સરકાર ખરી સાબીત થઈ નથી 49 ટકા લોકો મોદી સરકારના કામકાજથી સંતુષ્ટ નથી. હજું એક વર્ષ પૂર્વે 62 ટકા લોકોએ મોદીના કામકાજને પસંદ કર્યું હતું.
ભારતમાં કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉન હેઠળ હતું તે સમયે પણ મોદીની લોકપ્રિયતા અકબંધ હતી. જો કે, હવે મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે 70 ટકા લોકો આતંકવાદ મુદે સરકારની કામગીરીને સ્વીકારે છે. બીજી તરફ મોંઘવારી ઘટી હોવાનું 19 ટકા લોકો માને છે. દેશમાં 41 ટકા લોકો માને છે કે વ્યાપાર ધંધા કરવા સરળ બન્યા છે. બીજી તરફ 42 ટકા આ સ્વીકારતા નથી. દેશમાં બેરોજગારી ઘટી નથી તેવું માનનારો વર્ગ 61 ટકા છે. માત્ર 27 ટકા લોકો રોજગારી વધી હોવાનું માની રહ્યાં છે.