શ્રીકૃષ્ણના જન્મદિવસ પર ઘરને આ રીતે સજાવો, અપનાવો આ સરળ ટીપ્સ
- જન્માષ્ટમી પર ઘરની આ રીતે કરો સજાવટ
- આ રહ્યા ઘરને સજાવવાના સરળ ઉપાય
- સામાન્ય ઉપાયથી વધી જશે ધરની રોનક
તહેવારો પર મંદિરમાં સજાવટ જોવા મળે તેમાં કોઈ મોટી વાત નથી. શ્રીકૃષ્ણના જન્મ પર એટલે કે જન્માષ્ટમી પર તો ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, પણ આ વખતે કેટલીક સામાન્ય ટીપ્સને અપનાવીને તમે તમારા ઘરને પણ સજાવી શકો છો.
લાઇટિંગ માટે ફેરી લાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. વાદળી, સફેદ, ગુલાબી અથવા પીળા રંગની આ સુંદર ચમકતી લાઈટોથી તમારા મંદિરને પ્રકાશિત કરી શકો છો. લાઈટને લગાવવાથી મંદિરની તથા ઘરની અલગ જ ચમક દેખાય છે અને ઘર વધારે સુંદર દેખાય છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે ફૂલ હારની તો જ્યાં ભગવાનની વાત આવે ત્યાં ફૂલ હાર તો હોય જ – તો મંદિરો અને પૂજા સ્થાનોને સજાવવાની આ સૌથી સામાન્ય રીત છે. ભગવાન કૃષ્ણને ચમેલી અને મોગરા જેવા સુગંધિત ફૂલો ખુબ ગમે છે. આ ફૂલોથી વણાયેલી લાંબી માળાથી મંદિરની સજાવટ કરી શકો છો.
વાંસળી-ભગવાન કૃષ્ણને વાંસળી ખૂબ પસંદ હતી, તેણે સંગીતથી તેના સાથીઓ અને મિત્રોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેથી વાંસળીને ગોલ્ડન રિબિન અને અરીસાથી સજાવી શકો છો. ઘરની સજાવટમાં રંગોળી પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તહેવાર પર ઘરને સજાવવાની સૌથી પરંપરાગત રીત રંગોળી છે. ત્યારે મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણના આગમનને આવકારવા તમે રંગોળી બનાવી શકો છો.