હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે દરેક ગૃહિણીઓ ઘરની સાફ સફાીથી લઈને ઘરને શણગારવામાં વ્યસ્ત હશે કેટલાક લોકતો રંગોળીને વઘુ પ્રાઘાન્ય આપતા હોય છે મોટાભાગના ઘરોમાં દિવાળીના પાંચેય દિવસ રંગોળી કરવામાં આવે છએ સામાન્ય રીતે રંગબેરંગી રંગો વડે રંગોળી કરાતી હોય છે જો કે આજે અમે તમને ફૂલોની રંગોળી વિશે ટિપ્સ આપી શું જે તનમારા ઘરની અને ઘરના આગંણની શોભા બમણી કરશે.
ટિપ્સ 1 – ઓરેન્જ અને યલ્લો ગોલગોટા
જો તમે ઈચ્છો તો તમારા ઘરની આગળ મોટા વર્તુળની રંગોળી કરી શકો છો જેમાં રંગોના બદલે ગલગોટાની પાખડીઓનો ઉપયોગ કરો જેમાં પીળા અને કેસરી રંગના ગલગોટા આકર્ષક લૂક આપેલ છે આ સાથે જ રાત્રે આ રંગોળી પર તમે દીવાઓથી પણ ડિઝાઈન કરી શકો છો જે તમારા આંગણની શોભા વઘારે છે.
ટિપ્સ 2 – ગુલાબ અને ગલગોટા
પીળા રંગના ગલગોટા સાથએ લાલ રંગના ગુલાબની પાખડીઓથી તમે અવનવી ડિઝાઈનમાં ઘરના આંગણમાં રંગોળી કરી શકો છઓ જે તમારા આંગણને મહેકાવશે પણ અને શોભા પણ વઘારશે
ટિપ્સ 3 – તગરીના ફૂલ અને ગુલાબ
તગરીના સફેદ રંગના ફૂલોની દાંડીઓ કાઢીલો અને એક રિંગ જેમ ફૂલ બની જશે હવે તમે ગોળ ફરતી ડિઝાઈનમાં આ ફૂલો ગોઠવીદો ત્યાર બાદ તેની અંદર ગુલાબની પાખડીઓથી સજાવો આ રીતે આંગણની બહાર ડિઝઆઈન બનાવશો તો તમારા ઘરની શોભા વઘશે.
ટિપ્સ 4 – બારમાસીના ગુલાબી ફૂલ અને તગરીના સફેદ ફૂલ
આ બન્ને ફૂલોવને દાંડી કાઢીને રિંગ જેમ બનાવી દો હવે તમારે જે પણ શેપની રંગોળી કરવી છે તેમાં આ બ્નેન ફૂલોનો ઉપયોગ કરો તમે ઈચ્છો તો આ બન્ને ફૂલોની સાથએ ગલગોટાને પણ સમાવી શકો છઓ જે વઘુ આકર્ષક લૂક આપે છે.