1. Home
  2. ગુજરાતી
  3. હોળી પર રંગબેરંગી ફૂલોથી સજાવો તમારા ઘરને, આ રીતે ફ્લાવરનો આટલી જગ્યા એ કરો ઉપયોગ
હોળી પર રંગબેરંગી ફૂલોથી સજાવો તમારા ઘરને, આ રીતે ફ્લાવરનો  આટલી જગ્યા એ કરો ઉપયોગ

હોળી પર રંગબેરંગી ફૂલોથી સજાવો તમારા ઘરને, આ રીતે ફ્લાવરનો આટલી જગ્યા એ કરો ઉપયોગ

0
Social Share

સાહિન મુલતાનીઃ-

 

  • સાચા ફૂલોથી ઘરનો કરો શણગાર
  • તમારા ઘરની શોભામાં લાવશે ફુલોની મહેક

ફુલોનો શણગાર કોને ન ગમે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા તહેવારોથી લઈને ઘરના પ્રસંગ હોય કે પછી કોઈ પણ ઘાર્મિક ઓકેશન હોય દરેક જગ્યાએ ફુલોની શોભા જોવા મળે છે, મંદિરોથી લઈને દરગાહ સુઘી ઘરથી લઈને ઓફીસ સુધી ઘરની બાલ્કનિથી લઈને ઘરના ટેરેસ સુધી ફુલોનું ઘણું મહત્વ રહેલું છે, ફુલો સુંદરતાની સાથે સાથે ઘરમાં સુંગધ ફેલાવીને એક અલગ વાતાવરણ સર્જે છે, આજ રીતે જો તમે તમારા ઘરના ખાલી પડેલા ખુણાઓની સુંદરતા વધારવા અને ઘરને મહેકાવવા માંગતા હોવ તો તમારે પઅ સાચા ફુલોનો કરવો પડશે પ્રયોગ.ચાલો જાણીએ ઘરના ખુણાઓ અને ટેબલ,ટિપોઈ કે ફ્રીજ ટીવી પર પડેલી ખાલી જગ્યાઓને કઈ રીતે ફુલોથી સજાવી શકાય

પહેલા વાત કરીએ તમારા ડાયનિંગ એરિયાની, જો તમારા ઘરે ડાયનિંગ ટેબલ છે તો તમે તેના વચ્ચમાં એક ડિઝાઈનર નાનો પોર્ટ મૂકીને તેમાં ગુલાબ કે જાસ્મીન જેવા સાચા ફુલો રાખીને ટેબલની શોભા વધારી શકો છો.આજકાલ માર્કેટમાં અવનવા રંગબેરંગી પોર્ટ અવેલેબલ જોવા મળે છે તેનો પ્રયોગ કરી શકો છો.

 

આ સાથે જ ફ્રિજની ઉપર ખાલી પડતી જગ્યામાં પણ તમે નાની સાઈઝના અને વજનમાં હલકા હોય તેવા પોર્ટમાં ફૂલોલફૂલો રાખીશખી છો જેનાથી તમારા કિચનની શોભા પણવ જશે.

ઘરમાં સોફા જ્યા રાખવામાં આવે છે ત્યારે બે સોફા વચ્ચે મોટી જગ્યા ખાલી પડે છે, આ ખાલી જગ્યાને તમે ડિઝાઈનર પોર્ટથી કવર કરી શકો છો, તે માટે માર્કેટમાં મળતા માટીના પોર્ટ કે પછી કાચના પોર્ટ કે જેના પર સરસ મજાની ડિઝાઈન હોય તેની ખરીદી કરી શકો છો, ત્યાર બાદ જો તમારા ઘરની આસપાસ ફુલોની વ્યવસ્થા હોય તો તેમાં લાંબી દાંડીઓ સાથે પાંદડાઓ અને ફુલો મૂકીને આ ખુણાને સજાવીને મહેકાવી શકો છો.

ઘરમાં ટિવી પાસે સાઈડમાં ઘણી જગ્યાઓ ખાલી રહેતી હો. છે અહી તમે અવનવી ડિઝાઈનના પોર્ટ લાવીને મૂકી શકો છો, અને જો તેમાં ચંપાના ફુલો લાંબી દાંડી સહીત રાખવામાં આવે તો તેની સુંદરતા વધે છે, આ સાથે જ સુંગ થી ઘર મહેકી ઉઠે છે.આ સાથે ટીવીના શોકેસ પાસે તમે નાના નાના પ્લાન્ટ પણ લાગીવ શકો છો, ઓક્સિજન પ્લાન્ટ પણ લાગાવીને ટીવી શોકેશની શોભામાં  વધારો કરી શકો છો.

આ સાથે જ તમારા ઘરમાં સોફા પાસે મૂકવામાં આવતી ટિપોઈ પર તમે પારદર્શક કલરના પોર્ટમાં ગુલાબના ફૂલો મૂકીને સજાવી શકો છો, આ સાથે જ પાણીમાં તમે નાના રંગીન પત્થર પણ નાખીને તેની શોભા વધારી શકો છો.

ઘરની શોભા વધારવા માટે અવનવા ફૂલો સહીત પાંદડા અને ઘાસનો પણ ઉપયોગ કરો

મોગરાના ફૂલો, જાસ્મીનના ફુલો, ગલગોટાના ફુલો, સફેદ, ગુલાબી અવે લાલ ગુલાબના લાંબી દાંડી સહીતના ફૂલોથી અનેક પોર્ટને સજાવશો તો ચોક્કસ તનમારા ઘરની સુંદરતામાં ચાર ચાંદ લાગશે.જરુરી નથી કે  ફુલો તમે માર્કેટ માંથી લાવો. તમારા ઘરની આસપાસ,તમારી સોસાયટીમાં ચંપા જેવા ફૂલોના ઘણા ઝાડ હશે આ સાથે જ લાંબબુ ઘાસ પણ હશે તથા પાંદળાઓ પણ હશે તો આ બધાને ભેગા કરીને તમે સુંદર ફ્લાવરનો ગુચ્ચો બનાવીને પોર્ટમાં રાખી શકો છો.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code