Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો – છેલ્લા 24 કલાકમાં 8 હજારથી પણ ઓછા કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં રોજેરોજ વધઘટ સામે આવી રહી છે ,જો કે કોરોના સંપૂર્ણ ગયો નથી પરંતુ કોરકોનાથી થતા મૃત્યુ ઘટ્યા છે સાથે જ કોરોનાના કેસોમાં રાહત મળી રહી છે, છેલ્લા ઘણા દિવસોથી 10 હજારની અંદર કોરોનાના કેસો આવી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં મોટા ઘટાડો નોંધાયો ચે, કોરોનાના કેસની સંખ્યા ઘટીને 8 હજાર અંદર નોંધાઈ છે

.જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન  7 હજાર 591 નવા કેસ નોંધાયા છે, તે જ સમયે, સક્રિય કેસો પણ હવે 90 હજરાથી ઓછા થઈ ચૂક્યા છે.જો સક્રિય કેસોની વાત કરીએ તો  84 હજાર 931 જોવા મળી રહ્યા છે.

આ સાથે જ નવા નોંધાયેલા કેસો કરતા સાજા થનાકરા દર્દીઓની સંખ્યા વધુ છે. છેલ્લા 24 કલાકમાં 9 હજાર 206 લોકોએ કોરોનાને માત આપી અને સ્વસ્થ્ય થયા  છે, જો મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે. 

આ સાથે જ દેશમાં મોટા પાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં 24,70,330 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,11,91,05,738 રસીકરણ કરવામાં આવ્યું છે.આ સાથે જ પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે, કોરોનાથી થતા મૃત્યુમાં ઘટાડામાં રસીકરણનો મોટો ફાળો છે.