Site icon Revoi.in

દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડોઃ- સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી

Social Share

દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે, આ સાથે જ હવે દૈનિક નોંધાતા કેસોની સંખ્યા પણ ઓછી થઈ રહી છે, અને દર્દીઓનો સાજા થવાનો આંક વધી રહ્યો છે,આ મામલે નિષ્ણાંતોનું કહેવું છે કે, જો આ જ સ્થિતિ આગામી કેટલાક અઠવાડિયા સુધી યથાવત્ રહેશે, તો રાજધાનીમાં કોરોનાની ચોથી તરંગનો ગ્રાફ નીચે આવશે.

હાલમાં દિલ્હીમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે. તેમાંથી 11 લાખ લોકો સ્વસ્થ થયા છે. ત્રણ દિવસમાં 72 હજારથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે, માર્યો છે, જ્યારે સંક્રમણના 64 હજાર કેસ નોંધાયા છે.

છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો, દૈનિક સંક્રમિત લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. 1 મેના રોજ કોરોનાના 25 હજાર 219 કેસ હતા, જ્યારે 2 મેના રોજ આ સંખ્યા 20 હજાર 394 થઈ ગઈ હતી અને 3 મેના રોજ આ સંખ્યા ઘટીને 18 હજાર 043 પર પહોંચી છે, ગ તે જ સમયે, કોરોનામાંથી સ્વસ્થ થયેલા દર્દીઓની જો વાત કરવામાં આવે તો,, 1 મે ના રોજ, 27 હજાર 421 દર્દીઓએ કોરોનાને મોત આપી હતી તો 2 મે, રોજ 24 હજાર 444 દર્દીઓ સાજા થયો જ્યારે 3 મે, 20 હજાર 293 લોકો કોરોનામાંથી સાજા થયા છે, આ જોતા એમ ચોક્કસ કહી શકાય છે કે છ્લાલ ત્રણ દિવસથી દિલ્હીમાં કોરોનાની સ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો છે

કોરોના કેસોમાં ઘટાડો અને દર્દીઓની સાજા થવાની સંખ્યામાં થયેલા વધારા અંગે એઈમ્સના ડોક્ટર વિક્રમનું કહેવું છે કે ત્રણ દિવસના ડેટા પ્રમાણે લાગી રહ્યું છે કે દિલ્હીમાં સંક્રમણ નબળું પડી રહ્યું છે. જો કે, તે કહેવું ખૂબ જ જલ્દી છે કે કોરોનાની ચોથી તરંગની પીકઅપ રાજધાનીમાં પસાર થઈ ગઈ છે. કારણ કે, આ વાત ત્યારે જ કહી શકાય જ્યારે આ પરિસ્થિતિ 1 થી 2 અઠવાડિયા સુધી સતત ચાલુ રહે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, જો આવતા 10 દિવસો સુધી પરિસ્થિતિ આમ જ રહેશે કેસ ખટતા રહેશે દર્દીઓ સાજા થતા રહેશે તો આપણે કહી શકીએ કે રાજધાનીમાં સંક્રમણની ચોથી લહેર નબળી પડી છે. તેમણે કહ્યું કે, આ ક્ષણે તે જોવું જરૂરી રહેશે કે આવનારા સમયમાં આ આંકડો કેટલો ઓછો થઈ રહ્યો છે.