Site icon Revoi.in

સુરતમાં બન્યો દેશનો સૌથી પહેલો થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજ, લોકોને ટ્રાફિકથી મળશે રાહત

Social Share

અમદાવાદ: સુરતમાં રાજ્યનો સૌપ્રથમ મલ્ટી લેયર અને મલ્ટી ડિરેક્શન ફ્લાયઓવર બ્રિજને ખુલ્લો મુકાયો છે. શહેરી વિકાસપ્રધાન વિનુ મોરડીયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 133 કરોડનાં ખર્ચે નિર્માણ પામેલા આ બ્રિજ સુરતવાસીઓ માટે નવું નજરાણું બન્યું છે. મહા નગરપાલિકા દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બ્રિજ શરૂ થતાં 15 લાખ લોકોને પરિવહનમાં સરળતા રહેશે અને ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે શહેરનાં કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.