Site icon Revoi.in

કોરોનાના કાળમાં પણ કંડલાના દીન દયાળ બંદરે 100 મિલિયન મે.ટન.ટાર્ગેટ પૂર્ણ કર્યો

Social Share

ગાંધીધામઃ દેશના સૌથી મોટા અને ગુડઝ જળ પરિવહનથી 24 કલાક ધમધમતા કંડલાના દીન દયાળ બંદરે વર્ષમાં જ 100 મિલિયન મે.ટનનો ટાર્ગેટ પુરો કર્યો કરીને સિદ્ધી હાંસલ કરી છે. કોરોનાના કાળમાં પણ બંદર આયાત-નિકાસમાં અવલ્લ નંબરે રહ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ કંડલાના દિનદયાળ પોર્ટએ ચાલુ વર્ષે પણ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં સારૂ એવું પ્રદર્શન કર્યુ છે. દુનિયાભરમાં કોવિડ રોગચાળો અને કાર્ગો હેન્ડલિંગમાં અવરોધોને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને શિપિંગમાં ઊભી થયેલી અડચણો છતાં ડીપીટીએ 10-01-2022ના રોજ 100 મિલિયન મેટ્રિક ટન (100 MMT)ના ટાર્ગેટને પાર કર્યો હતો. અને નાણાકીય વર્ષ 2021-22માં આ આંકડો પાર કરનારા પ્રથમ સરકારી ક્ષેત્રનું મુખ્ય બંદર બન્યું છે.  DPTએ ગયા નાણાકીય વર્ષ, એટલે કે નાણાકીય વર્ષ 2020-21ની તુલનામાં 4 અઠવાડિયા પહેલાં જ આ ટાર્ગેટ પાર કર્યો હતો, ગત નાણાકીય વર્ષમાં ડીપીટી 09-02-2021ના રોજ 100 MMT પર પહોંચ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પીઓએલ, ખાદ્ય તેલો, ફોસ્ફરિક એસિડ અને એમોનિયા, કેમિકલ્સ, રોક ફોસ્ફેટ, સ્ટીલ પાઇપ્સ, આયર્ન ઓર, કોલ, ટિમ્બર, અને ક્રૂડ ઓઇલ જેવી આયાતોમાં વધારો જોવા મળ્યો હતો. વાડિનાર ખાતે ખાદ્ય તેલ, રસાયણો, અનાજ જેવા કે ખાદ્ય તેલ, રસાયણો, અનાજ અને વાડિનાર ખાતેની પીઓએલ ઉત્પાદનોમાં નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કાર્ગો થ્રુપુટમાં પણ વૃદ્ધિ જોવા જોવા મળી છે, જ્યારે નાણાકીય વર્ષ 2020-21 ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડીપીટીની કાર્ગો થ્રુપુટ વૃદ્ધિ તમામ સરકારી મુખ્ય બંદરોમાં સૌથી વધુ નોંધાઇ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઓક્ટોબર-ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં પોર્ટમાં 33.52 MMT ટ્રાફિક નોંધાયો હતો. માત્ર ડિસેમ્બર 2021 મહિનામાં, ડીપીટીએ 11.32 MMT કાર્ગો હેન્ડલ કર્યો હતો. જેણે તમામ મુખ્ય બંદરો દ્વારા સંચાલિત કુલ કાર્ગોના લગભગ 18% ફાળો આપ્યો હતો. નાણાકીય વર્ષના અંત સુધીમાં 127 MMTને પાર કરે તેવી સંભાવના પોર્ટ પ્રસાશને વ્યક્ત કરી છે.