Site icon Revoi.in

વંથલીના વસાપડા ગામે માતા પાસે સુતેલા 5 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો

Social Share

જૂનાગઢઃ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંક વધતો જાય છે. હાલ રવિ સીઝનનો પ્રારંભ થયો હોવાથી ખેડુતો સીમ-વાડીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દીપડાના આતંકથી ખેડુતો ડરી રહ્યા છે. તાજેતરમાં વંથલીના વસાપડા ગામની સીમમાં દીપડાએ 5 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાદ્યો હતો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. 5 વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે દીપડાને પકડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજીતરફ ઘટનાને લઈ ગામમાં ભયની સાથે આક્રોશનો માહોલ જોવા મળ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે 3 મહિના પહેલા જ ભાવનગર અને અમરેલી પંથકમાં પણ દીપડાના આંતકની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. સાથે જ 3 જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રમાં હિંસક પ્રાણીઓના હુમલાની વધતી ઘટનાઓને પગલે વનવિભાગ અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત તા. 15 ઓક્ટોબરના રોજ સાવરકુંડલાના ગોરડકા ગામ મોડી રાત્રે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ફાડી ખાધી હતી. આ સાવરકુંડલા તાલુકાના ગોઠડા ગામે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ઉપાડી ગયો હતો અને બાળકીને ફાડી ખાધી હતી. પ્રાણીઓના હુમલાની વાત કરીએ તો સામાન્ય રીતે દીપડાઓ મનુષ્ય પર હુમલા કરતા હોય છે. (file photo)