- દીપિકાએ MAMI ના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
- સંપૂર્ણ ધ્યાન આપી શકતી ન હતી – દીપિકા પાદુકોણ
- એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આ અંગે આપી માહિતી
મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે મુંબઇ એકેડેમી ઓફ મૂવિંગ ઇમેજ એટલે કે MAMI ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સોમવારે એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેંડલ પર એક નિવેદન જારી કર્યું હતું અને તેના પ્રશંસકોને આ અંગે માહિતી આપી હતી કે, હવે તેઓ MAMI ના અધ્યક્ષ તરીકે જારી રહેશે નહીં.
ફિલ્મ નિર્માતા કિરણ રાવની જગ્યાએ તેમની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એકટ્રેસે પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, પોતાના કામની સ્થિતિ સાથે,તેઓ અધ્યક્ષ તરીકેની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો દીપિકા પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તેણે હાલમાં જ અમિતાભ બચ્ચન સાથેની પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી. ફિલ્મ રોબર્ટ ડી નીરો અને એની હૈથવે દ્વારા અભિનીત ધ ઇન્ટર્નની રિમેક છે.આ પહેલા દિવંગત ઋષિ કપૂર સાથે બનાવવાની હતી,પરંતુ તેમના મૃત્યુ પછી અમિતાભ બચ્ચન હવે આ ફિલ્મમાં જોવા મળશે.
અગાઉ બિગ બી અને દીપિકા ‘પીકુ’ અને ‘આરક્ષણ’ ફિલ્મોમાં સ્ક્રીન સ્પેસ શેર કરી ચૂક્યા છે. તેમની નવી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ચુક્યું છે.