- રક્ષામંત્રીએ પીએમ મોદીને ‘24 કેરેટ સોનું’ કહ્યુંટ
- ગાંધીજી સાથે પણ કરી પીએમ મોદીની તુલના
- બાપુની જેમ જ પીએમ મોદીને ભારકની સમજ છે-રાજનાથ સિંહ
દિલ્હીઃ- દેશના પીએમ એવા નરેન્દ્ર મોદી વિશ્વભરના લોકલાડીલા નેતા છે, અનેક નેતાઓ દ્રારા તેમના સતત વયખાણ કરવામાં આવી રહ્યા છે, ત્યાર દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પેટભરીને પીએમ મોદીના વખાણ કર્યા હતા,પીએમ મોદીને “24-કેરેટ સોનું” ગણાવતા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે “મહાત્મા ગાંધી પછી મોદી એકમાત્ર એવા નેતા છે જેઓ” ભારતીય સમાજ અને તેના મનોવિજ્ઞાનની ઊંડી સમજ ધરાવે છે. થિંક ટેંક રામભાઉ મ્હાલગી પ્રબોધિની દ્વારા આયોજિત “લોકશાહીનું વિતરણ: સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદીના બે દાયકાઓની સમીક્ષા” વિષય પર રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રને સંબોધતા સંરક્ષણ પ્રધાને આ વાત કહી હતી.
રાજનાથે કહ્યું, “ભારતના રાજકીય ઈતિહાસમાં, ભારતના સમાજ અને તેના મનોવિજ્ઞાનની સમજ મોદીજીમાં છે તે અતુલનીય છે. મહાત્મા ગાંધી પછી, મોદીજી એકમાત્ર એવા નેતા છે જેમની ભારતીય સમાજ અને તેના મનોવિજ્ઞાન પર પકડ છે. આ તેમના નક્કર અને વ્યાપક વ્યક્તિગત અનુભવને કારણે છે.”
તેમણે કહ્યું, ‘હું માનું છું કે મોદીજીને વ્યક્તિની જગ્યાએ એક વિચાર, ફિલસૂફી તરીકે વધુ જોવા જોઈએ. કારણ કે, દરેક સદીમાં, કેટલાક લોકો તેમના નિશ્ચય અને નિર્ધારિત વિચારો સાથે સમાજને બદલવાની કુદરતી શક્તિ સાથે જન્મે છે.” તેમણે કહ્યું કે સરકારના વડા તરીકે છેલ્લા બે દાયકામાં મોદીની રાજકીય સફર “અસરકારક નેતૃત્વ અને કાર્યક્ષમ શાસન” પર મેનેજમેન્ટ શાખાઓમાં કેસ સ્ટડી હોવી જોઈએ.આ સાથે જ રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે , “સાચા નેતાની ઓળખ તેમના ઈરાદા અને ઈમાનદારીથી જ થાય છે. બંને કેસમાં મોદીજી 24 કેરેટ સોના સમાન છે. 20 વર્ષ સુધી સરકારના વડા રહ્યા પછી પણ તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી