Site icon Revoi.in

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર ટૂ પ્લસ ટૂ મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યા

Social Share

દિલ્હીઃ- દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર આજરોજ સોમવારે અમેરકાની મુલાકાતે પહોચ્યા છે, અહી વોશિંગ્ટન ખાતે ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય મંત્રણામાં ભાગ લેશે.યુએસની રાજધાનીમાં આ કાર્.ક્રનું આયોજન કરવામાં આવ્યું છે.

અમેરિકાના બાઈડેન વહીવટીતંત્ર હેઠળ આ પ્રથમ 2+2 મંત્રી સ્તરીય મંત્રણા યોજાઈ રહી છે. આ 2+2 મંત્રી સ્તરીય સંવાદ યુક્રેન સંકટ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે અને તે આ દ્વિપક્ષીય સંબંધોમાં બંને સરકારો દ્વારા જોડાયેલ મહત્વને દર્શાવે છે.

સંબંધિત પ્રતિનિધિમંડળ સાથે 2+2 મંત્રી સ્તરીય બેઠક રાજ્ય વિભાગમાં બપોરે યોજાશે. 2+2 ના સમાપન પર સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. સિંહ અને જયશંકર ઓસ્ટિન અને બ્લિંકન સાથે તેને સંબોધિત પણ કરશે.

રાષ્ટ્રપતિ જો બાઈડેન સોમવારે વ્હાઇટ હાઉસથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિજિટલ મીટિંગ પણ કરશે અને આમ કરીને તેમણે 2+2 મંત્રી સ્તરની વાટાઘાટોનું સ્તર વધારવાનો સંકેત આપ્યો છે.બે ભારતીય મંત્રી રાજનાથ સિંહ અને એસ જયશંકર તેમના યુએસ સમકક્ષો – યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન સાથે વ્હાઇટ હાઉસથી ડિજિટલ મીટિંગમાં ભાગ લેવાના છે.

રાજનાથ સિંહને પેન્ટાગોન ખાતે ઓસ્ટિન દ્વારા આવકારવામાં આવશે અને બ્લિંકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના ફોગી બોટમ હેડક્વાર્ટરમાં જયશંકર સાથે મુલાકાત કરશે. આ પછી ચારેય મંત્રી મોદી-બાઈડેનની  ડિજિટલ મીટિંગ માટે વ્હાઇટ હાઉસમાં જવા રવાના થશે.