Site icon Revoi.in

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રક્ષા સહયોગ પર ચર્ચા માટે ત્રણ દિવસની મુલાકાતે મલેશિયા પહોંચ્યા

Social Share

 

દિલ્હીઃ ભારત દેશ સતત સંરક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે ભારતના સંરક્ષણ મંત્રી અનેક દેશઓની મુલાકાત પણ લેતા હોય છે અને રક્ષા બબાતે આ દેશો સાથે ચર્ચા વિચારણા કરતા રહેતા હોય છે આજ શ્રેણીમાં હવે રક્ષામંત્રી રાજનાથ સિંહ મલેશિયાની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચી ચૂક્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાત શરૂ કરી દીધી છે,વિતેલા દિવસને રવિવારના રોજ તેઓ મલેશિયાની રાજધાની કુઆલાલંપુર પહોંચ્યા હતા. અહીં તેઓ સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરશે તેમજ વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ચર્ચા કરવાના છે.

 રાજનાથ સિંહ આ મુલાકાત દરમિયાન મલેશિયાના વડાપ્રધાન વાયબી દાતો સેરી અનવર બિન ઈબ્રાહિમને પણ મળવાની યોજના છે.સંરક્ષણ મંત્રાલયના કાર્યાલયે ટ્વિટર કર્યું હતું અને માહિતી આપી હતી સાથે જ જણઆવ્યું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મલેશિયાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે કુઆલાલંપુર પહોંચ્યા છે. રાજનાથ સિંહ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે મલેશિયાની સત્તાવાર મુલાકાતે છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ભારત અને મલેશિયા સમગ્ર બંને દેશોમાં શાંતિ અને સમૃદ્ધિમાં સમાન હિત ધરાવે છે. બંને દેશો 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મલેશિયા મુલાકાત દરમિયાન વ્યૂહાત્મક ભાગીદારીના વિઝન સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે  આ અગાઉ  રક્ષા મંત્રીએ કહ્યું હતું કે 9મી જુલાઈ રવિવારના રોજ હું ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મલેશિયાના કુઆલાલંપુર જઈશ. તેમણે કહ્યું કે હું મારા સમકક્ષ દાતો સેરી મોહમ્મદ હસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવા અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુક છું.