રક્ષામંત્રી રાજનાથ સિંહે આર્જેન્ટિનાના તેમના સમકક્ષ સાથે આ બાબતે કરી ચર્ચા
દિલ્હીઃ- રક્ષામંત્રી રાજનાથ સિંહ અનેક મોર્ચે વિદેશના રક્ષામંત્રીઓ સાથે વાતચીત અને મુલાકાત કરતા રહે છે દેશની રક્ષાના હેતુથી અનેક બાબતે તેઓ આગળ વધતા હોય છે ત્યારે વિતેલા દિવસને મંગળવારે રાજનાથ સિંહે આર્જેન્ટિનાના તેમના સમકક્ષ જોર્જ એનરિક તાયાના સાથે વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે તાયાના ચાર દિવસની ભારતની મુલાકાતે છે. તેમની સાથે આર્જેન્ટિનાના સંરક્ષણ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય બાબતોના સચિવ ફ્રાન્સિસ્કો કેફિરો પણ આવ્યા છે.આ બાબતને લઈને રક્ષામંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે તેમણે ભારત-આર્જેન્ટિના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા પર તૈના સાથે “વ્યવહારિક ચર્ચાઓ” કરી આ સહીત આર્જેન્ટિનાના સંરક્ષણ પ્રધાને ‘બ્રહ્મોસ એરોસ્પેસ’ની મુલાકાત લીધી.
પ્રાપ્ત જાણાકરી પ્રમાણે રક્ષામંત્રીએ તેમના સમક્ષ સાથે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા મુદ્દે ચર્ચાઓ કરી છે. આર્જેન્ટિના એવા કેટલાક દેશોમાંથી એક છે જેણે ભારતના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ખરીદવામાં રસ દાખવ્યો છે. બંને સંરક્ષણ મંત્રીઓ સંર્કષ ક્ષએત્રને લઈને ઘણી વાતચીત થઈ છે.
આ બબાતને લઈને સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, “બંને મંત્રીઓએ સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને વધારવાના પગલાં સહિત ચાલી રહેલી સંરક્ષણ સહકાર પહેલ અંગે ચર્ચા કરી હતી.” રાજનાથ સિંહ સાથે વાતચીત પહેલા મહેમાન રક્ષા મંત્રીને ત્રણેય સેના તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.