- રક્ષામંત્રી રાજનાથ સિંહને થયો કોરોના
- ટ્વિટ કરી આપી જાણકારી
- ખૂદ થયા હોમ કવોરેન્ટાઇન
દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. તેણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
સોમવારે રક્ષા મંત્રીએ ટ્વિટર દ્વારા કહ્યું, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. જે લોકો તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને આઈસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવી લે.
ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.રવિવારે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો છે. જેના કારણે લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતમાં ફેબ્રુઆરીમાં કોરોના તેની ટોચ પર પહોંચી શકે છે.
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રવિવારે, 24 કલાકમાં સંક્રમણના 22,751 નવા કેસ નોંધાયા છે.રાજ્યમાં સક્રિય કેસ વધીને 60,733 થઈ ગયા છે. લગભગ સાડા સાત મહિનામાં આ સૌથી સક્રિય કેસ છે.