Site icon Revoi.in

પીએમ મોદીની અમેરિકાની યાત્રા પહેલા સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અમેરિકાના રક્ષા ચચિવ સાથે ફોનપર કરી વાતચીત

Social Share

દિલ્હી – દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા 24 સપ્ટેમ્બરના રોજ આયોજિત ક્વાડ દેશોના રાષ્ટ્રધ્વક્ષોના પહેલાં સંમેલનમાં ભાગ લેવા માટે જઇ રહ્યા છે. ક્વાડ દેશોમાં ભારત અને અમેરિકા ઉપરાંત જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે. આ બેઠક .ોજા.ય તે પહેલા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પીએમ મોદી આ બેઠછકમાં જવા માટે રવાના થાય તે પહેલા  અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા  થઈ હતી આ ચર્ચા કરવા માટે દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકાના રક્ષા સચિવ  લોયન ઓસ્ટિને સાથે ફોનપર વાતચીત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે આ બન્ને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે આતંકવાદ વિરુદ્ધની લડતી વાત થઈ હોવાનું મનાઈ રહ્યું છે,દેશના  રક્ષા મંત્રાલય તરફથી મળતી વિગતો પ્રમાણે અમેરિકન રક્ષા સચિવ લોયન ઓસ્ટિને વિતેલા દિવસને સોમવારની સાંજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ફોન પર વાતચીત કરી.

કહેવામાં આવી રહ્યું છે કે આ બન્ને મંત્રીઓએ અફઘાનિસ્તાનની જે વર્તમાન સ્થિતિ જોવા મળે છે તેના વિશે ચર્ચા વિચારણા થઈ હતી, આ સાથે જ દ્વિપક્ષીય ક્ષેત્રીય મુદાઓ પર ચર્ચા કરાઈ હતી. તેમણે બંને દેશોની રક્ષાના  સહયોગ પર ચર્ચા કરી હતી અને સાથે આતંકસામે મજબુત થઈને લડવાની વાત પર પણ ભાર મૂક્યો હતો

અફઘાનમાં તાલિબાનીઓએ કરેલા કબજા બાદ ભારતીય અને અમેરિકાના સૈનિકોને એરલિફ્ટ દરમિયાન પરસ્પર મદદ અને સહયોગની પણ  વિશ્વસ્તરે પ્રસંશા થઈ હતી. રાજનાથસિંહ અને ઓસ્ટિને અફઘાનિસ્તાનની સ્થિતિ પર ‘નિયમિત સંપર્ક’માં રહેવા બાબતે સહમતિ જતાવી છે.