રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામના પ્રવાસે,તેજપુર યુનિવર્સિટીના 21મા દીક્ષાંત સમારોહમાં લેશે ભાગ
- રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામની લેશે મુલાકાત
- તેજપુર યુનિવર્સિટીના 21મા કોન્વોકેશનમાં લેશે ભાગ
- કોન્વોકેશન દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરશે
દિલ્હી:રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે આસામના તેજપુર જિલ્લાની મુલાકાત લેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આ સમયગાળા દરમિયાન તેજપુર યુનિવર્સિટીના 21માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની મુલાકાત વિશે માહિતી આપતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેઓ દીક્ષાંત સમારોહ દરમિયાન તેજપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે.
સિંહે એક્સ પર લખ્યું,” આજે,31 ડિસેમ્બરના હું તેજપુર,આસામમાં રહીશ. તેજપુર વિશ્વ વિધાલયના દીક્ષાંત સમારોહ દરમિયાન ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશ.
રક્ષા મંત્રી ઉપરાંત ગજરાજ કોર્પ્સના કોર્પ્સ કમાન્ડર અને અનેક નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, તેમના 21મા દિક્ષાંત સમારોહના અવસર પર કુલ 783 વિદ્યાર્થીઓને અનુસ્નાતક (PG) ડિગ્રી, 428 અંડરગ્રેજ્યુએટ (UG) ડિગ્રી, પાંચ PG ડિપ્લોમા અને 100 થી વધુ સંશોધકોને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત અંતર અને ઓનલાઇન શિક્ષણ માધ્યમોના 23 વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવામાં આવશે.