Site icon Revoi.in

જમ્મુમાં 24 જુનના રોજ શહીદના પરિવારોનું રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સમ્માન

Social Share

દિલ્હીઃ- 24 જૂલાઈના રોજ જમ્મુ ખાતે શહીદોના પરિવારનું સમ્માન કરવામાં આવશે જાણકારી પ્રમાણે રક્ષા મંત્રી જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ફોરમના ધ્વજ હેઠળ કારગીલ વિજય દિવસ નિમિત્તે 24 જુલાઈએ ગુલશન ગ્રાઉન્ડ, જમ્મુ ખાતે આયોજિત શહીદ પરિવાર સન્માન સમારોહમાં લગભગ બે હજાર શહીદ પરિવારોનું સન્માન કરશે.

જાણકારી પ્રમાણે રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે અને RSSના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે મુખ્ય વક્તા હશે. શહીદ પરિવારોનું શાલ અને સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવશે.જમ્મુ અને કાશ્મીરના શહીદોના લગભગ બે હજાર પરિવારોના સભ્યોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

1947 થી દેશની આંતરિક અને સરહદની રક્ષા કરતી વખતે આર્મી, અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા દળો સાથે જોડાયેલા સૈનિકો અને અધિકારીઓ દ્વારા દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપવામાં આવ્યું છે.મેજર જનરલ નિવૃત્ત એસકે શર્માએ જણાવ્યું હતું કે જમ્મુ પ્રાંતની અગ્રણી હસ્તીઓ અને સુરક્ષા દળો સાથે જોડાયેલા ભૂતપૂર્વ સૈનિકોને પણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.