1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચીન સરહદને જોડતા માર્ગ પર નિર્માણ પામેલા 4 બ્રીજનું આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે લોકાર્પણ
ચીન સરહદને જોડતા માર્ગ પર નિર્માણ પામેલા 4 બ્રીજનું આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે લોકાર્પણ

ચીન સરહદને જોડતા માર્ગ પર નિર્માણ પામેલા 4 બ્રીજનું આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે લોકાર્પણ

0
Social Share
  • ભારતીય સેના પહોંચશે હવે ચીન સુધી
  • ચીનને જોડતા નવનિર્મિત 4 બ્રીજનું રક્ષામંત્રી ઓનલાઈન લોકાર્પણ કરશે

 

દિલ્હીઃ-દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચીન સરહદને જોડતા માર્ગો પર નવા બનાવવામાં આવેલા 4 બ્રીજનું લોકાર્પણ કરશે, ઉદઘાટન કરશે. આ ચાર બ્રીજમાં એક સ્પાન બ્રિજ અને ત્રણ બેલી બ્રિજનો સમાવેશ થાય છે. આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પુલ સેનાને ચીનની સરહદ સુધી પહોંચવામાં સરળતા આપશે, સાથે સાથે સરહદના લોકોની આવનજાવ પણ હવે સરળ બનશે

બીઆરઓનાં હીરક યોજનાના ચીફ ઇજનેરના જણાવ્યા મુજબ જોલજીબી-મુનસ્યારી રોડ પર જૌનાલીગાડમાં 6.5 કરોડના ખર્ચે 70 મીટર લાંબો સ્પાન બ્રિજ બનાવવામાં આવ્યો છે.

જાણો આ ચાર બ્રીજ ક્યા ક્યા બનાવાયા છે-

તવાઘાટ-ઘટીયાબગડ રોડ ઉપર જુંતીગાડ ખાતે ૧40 ફુટનો ટ્રિપલ સિંગલ રિઇન્સફોર્સ્ડ બેલી બ્રિજ, જૌલજીબી-મુનસ્યારી રોડ પર કિરકુટીયા નાળા ઉપર 180 ફૂટ ડબલ ડબલ રિઇન્સફોર્સ્ડ બેલી બ્રિજ અને મુનસ્યારી-બોગડીયાર-મિલમ મોટર રોડ ઉપર લાસ્પા નાળા પર ઉપર 140  ફુટ ડબલ-ડબલ રિઇનફોર્સ્ડ બેલી બ્રિજ બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે આ આ તમામ બ્રીજનું ઓનલાઈન લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કે ચીનની સરહદોને જોડતા આ ચાર બ્રીજનું નિર્માણ થઈ જતા હવે સોનિકોને ખૂબ સરળતા રહેશે તેઓ સરળતાથી આવન જાવન કરી શકશે, અને તેમના સમયની પણ બચત થશે, પહેલા આ માર્ગ પરથી પસાર થતા લાંબો સમય લાગતો હતો ત્યારે હવે આપણી સેના ચીનની સરહદ સુધી પહોંચ મેળવવામાં સફળ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code