- ભારતીય સેના પહોંચશે હવે ચીન સુધી
- ચીનને જોડતા નવનિર્મિત 4 બ્રીજનું રક્ષામંત્રી ઓનલાઈન લોકાર્પણ કરશે
દિલ્હીઃ-દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચીન સરહદને જોડતા માર્ગો પર નવા બનાવવામાં આવેલા 4 બ્રીજનું લોકાર્પણ કરશે, ઉદઘાટન કરશે. આ ચાર બ્રીજમાં એક સ્પાન બ્રિજ અને ત્રણ બેલી બ્રિજનો સમાવેશ થાય છે. આ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પુલ સેનાને ચીનની સરહદ સુધી પહોંચવામાં સરળતા આપશે, સાથે સાથે સરહદના લોકોની આવનજાવ પણ હવે સરળ બનશે
બીઆરઓનાં હીરક યોજનાના ચીફ ઇજનેરના જણાવ્યા મુજબ જોલજીબી-મુનસ્યારી રોડ પર જૌનાલીગાડમાં 6.5 કરોડના ખર્ચે 70 મીટર લાંબો સ્પાન બ્રિજ બનાવવામાં આવ્યો છે.
જાણો આ ચાર બ્રીજ ક્યા ક્યા બનાવાયા છે-
તવાઘાટ-ઘટીયાબગડ રોડ ઉપર જુંતીગાડ ખાતે ૧40 ફુટનો ટ્રિપલ સિંગલ રિઇન્સફોર્સ્ડ બેલી બ્રિજ, જૌલજીબી-મુનસ્યારી રોડ પર કિરકુટીયા નાળા ઉપર 180 ફૂટ ડબલ ડબલ રિઇન્સફોર્સ્ડ બેલી બ્રિજ અને મુનસ્યારી-બોગડીયાર-મિલમ મોટર રોડ ઉપર લાસ્પા નાળા પર ઉપર 140 ફુટ ડબલ-ડબલ રિઇનફોર્સ્ડ બેલી બ્રિજ બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે આ આ તમામ બ્રીજનું ઓનલાઈન લોકાર્પણ કરશે.
ઉલ્લેખનીય છે કે ચીનની સરહદોને જોડતા આ ચાર બ્રીજનું નિર્માણ થઈ જતા હવે સોનિકોને ખૂબ સરળતા રહેશે તેઓ સરળતાથી આવન જાવન કરી શકશે, અને તેમના સમયની પણ બચત થશે, પહેલા આ માર્ગ પરથી પસાર થતા લાંબો સમય લાગતો હતો ત્યારે હવે આપણી સેના ચીનની સરહદ સુધી પહોંચ મેળવવામાં સફળ રહેશે.