Site icon Revoi.in

ખાનગી ક્ષેત્રની 3 બેંકને વિદેશી ખરીદીમાં નાણાકીય સેવાઓ પુરી પાડવા સંરક્ષણ મંત્રાલયની મંજૂરી

Social Share

નવી દિલ્હીઃ પાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસ દ્વારા ખાનગી ક્ષેત્રની બેંકોને સરકારી કારોબારમાં સામેલ કરવાની વ્યવસ્થા કર્યા બાદ હવે સંરક્ષણ મંત્રાલયે ત્રણ ખાનગી ક્ષેત્રની બેંકો – HDFC બેંક લિ., ICICI બેંક અને એક્સિસ બેંકને પણ મંત્રાલય દ્વારા વિદેશી ખરીદીઓ અંગે, ક્રેડિટ લેટર્સ જારી કરવા અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર કરવા અધિકાર આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, સંરક્ષણ મંત્રાલય વતી PCDA એ તાજેતરમાં નવી દિલ્હીમાં આ ત્રણ બેંકો સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

અત્યાર સુધી સંરક્ષણ મંત્રાલયને આ સેવાઓ પ્રદાન કરવા માટે માત્ર અધિકૃત જાહેર ક્ષેત્રની બેંકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પ્રથમ વખત, ત્રણ ખાનગી ક્ષેત્રની બેંકોને પણ સંરક્ષણ મંત્રાલય દ્વારા વિદેશી ખરીદી માટે નાણાકીય સેવાઓ પ્રદાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. પસંદગીની બેંકોને એક વર્ષ (મૂડી અને આવક બંને હેઠળ દરેક બેંક માટે રૂ. 666 કરોડ) એકસાથે મુડી અને આવકની બાજુએ રૂ. 2000 કરોડના ક્રેડિટ લેટર્સ જારી કરવાની પરવાનગી આપવામાં આવી શકે છે. આ બેંકોની કામગીરી પર નિયમિતપણે નજર રાખવામાં આવશે જેથી જરૂર પડ્યે આગળની કાર્યવાહી કરી શકાય.