Site icon Revoi.in

રક્ષા મંત્રાલયે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા,આકસ્મિક રીતે પાકિસ્તાનમાં છોડી દીધી હતી બ્રહ્મોસ મિસાઇલ  

Social Share

દિલ્હી:રક્ષા મંત્રાલયે મંગળવારે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા હતા,9 માર્ચે આકસ્મિક રીતે બ્રહ્મોસ મિસાઇલ છોડવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસમાં જવાબદાર ગણાવ્યા હતા,તે મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી.આ ઘટનાની તપાસ કરતી કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (CoA) ને જાણવા મળ્યું કે,ત્રણ અધિકારીઓએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)નું પાલન કર્યું ન હતું.

આ ઘટના બાદ, રક્ષા મંત્રાલયે “ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો.એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “9 માર્ચે બ્રહ્મોસ મિસાઇલ આકસ્મિક રીતે છોડવામાં આવી હતી.આ ઘટનાને લઈને  જવાબદારી નક્કી કરવા સહિત કેસના તથ્યોને સ્થાપિત કરવા માટે ગઠિત કોર્ટ ઓફ ઈન્ક્વાયરી એ જાણવા મળ્યું કે,ત્રણ અધિકારીઓ દ્વારા પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.

નિવેદન મુજબ,આ ત્રણ અધિકારીઓને આ ઘટના માટે પ્રાથમિક રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.અધિકારીઓને 23 ઓગસ્ટના રોજ બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.જે અધિકારીઓને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે તેમાં એક ગ્રુપ કેપ્ટન, એક વિંગ કમાન્ડર અને એક સ્ક્વોડ્રન લીડરનો સમાવેશ થાય છે.