અમદાવાદઃ રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોમાં કેન્દ્રિય પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહીના બીજી રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો માટે પ્રવેશ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમો ચલાવતી સેલ્ફ ફાયાનાન્સ ઇજનેરી સંસ્થાઓ ખાતે ખાલી પડેલી બેઠકો પર ઓફલાઇન પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ શિક્ષણ સંચનાલયના તાબા હેઠળની ડિગ્રી ઇજનેરી કોર્સીસ ચલાવતી રાજ્યની સેલ્ફ ફાયનાન્સ ઇજનેરી સંસ્થાઓ ખાતે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી બાદ નોન એલોટમેન્ટ, નોન રિપોર્ટીંગ અને પ્રવેશ રદ કરાવવાના કારણે ખાલી રહેલી બેઠકો પર પ્રવેશ અંતર્ગત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે તા. 25મી ઓક્ટોમ્બર સુધી મેરિટને આધારે કોલેજ કક્ષાએથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
આ ખાલી રહેલી બેઠકો પર જે તે કોલેજના નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર મુકવામાં આવેલી ખાલી બેઠકોનો અભ્યાસ કરીને સ્વનિર્ભર સંસ્થાઓની ફીને ધ્યાને રાખીને જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નિયત ફીના રૂ.300 ભરીને પ્રવેશ ફોર્મ મેળવવાના રહેશે. પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું રહેશે. અગાઉનો પ્રવેશ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલો પ્રવેશ રદ થતા ઉમેદવારને ફી રિફંડ સરકારના નિયમ મુજબ આપવામાં આવશે. મેરિટ મુજબ એડમિશન કોલેજ કક્ષાએથી આપવામાં આવશે. વધુ માહિતી ફી તેમજ કોલેજોની ખાલી બેઠકો માટે વેબસાઇટ www.jacpcldce.ac.in/be.asp પર ઉપલબ્ધ છે.