Site icon Revoi.in

ગુજરાત નેશનલ લો યુનિ.ના 12માં પદવીદાન સમારોહમાં 245 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

Social Share

ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યુનિવર્સિટી ખાતે 12 પદવીદાન સમારોહ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એમ આર શાહના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલ 245 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. જે પૈકી 20 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે જણાવ્યું હતું કે, યુવાનો દેશનું ભવિષ્ય છે. અને તેમનું રાષ્ટ્ર નિમાર્ણમાં મહત્વપૂર્ણ યોગદાન રહેશે. ત્યારે કાયદાના સ્નાતકો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ્યુડિશિયરી, કોર્પોરેટ કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં જાય પરંતુ સત્યનિષ્ઠા, અને પ્રામાણિકતા, નિખાલસ નહીં રહે તો તેમનું હિત જોખમાશે.

ગાંધીનગરનાં રાયસણ ખાતે આવેલી ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં 12 માં પદવીદાન સમારોહનું ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને જીએનએલયુના વિઝિટર એમ.આર. શાહ અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશ જસ્ટિસ બેલાબેન ત્રિવેદી ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.જે. દેસાઈ સહિતના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ પદવીધારકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, હવે તમે આવતીકાલથી કાયદાક્ષેત્રના ખૂલ્લા બજારમાં ઉતરવાના છો, કેટલાક વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસાર્થે જશે. ઘણા વિદ્યાર્થીઓ વકિલાતની પ્રેક્ટીશ શરૂ કરશે. ગમે તે કાર્ય કરો પણ એમાં તમારે તમારી નોંધનીય છાપ છોડવાની છે. લીગલ પ્રોફેશનલ સ્પર્ધાત્મક બની રહ્યો છે. આજે સ્થિતિ પહેલા જેવી નથી. જીવનમાં નામ, પૈસા, શોહરત કમાવવા જોઈએ. પરંતુ સ્વાભિમાન અને માતૃ-પિતા, તેમજ સમાજના ભોગે તેની પ્રાપ્તી ક્યારેય ન હોય શકે, જવનમાં ઘણા શોર્ટકટ તમને ગેરમાર્ગે દોરશે. પરંતુ તમે તેનાથી દારવાતા નહી,

જીએનએલયુના પદવીદાન સમારોહનાં પ્રારંભ પૂર્વે આમંત્રિત મહેમાનો, GNLU ના ડાયરેક્ટર એસ શાંથાકુમાર, રજીસ્ટ્રાર જગદીશચંદ્ર ટી. જી. સાથે પદવી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓનાં ગ્રુપ ફોટોનુ આયોજન કરાયું હતું. ત્યારબાદ પદવીદાન સમારોહનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે GNLU ના ડાયરેક્ટર એસ. શાંથાકુમારે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અને મહેમાનોનાં હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી.દીક્ષાંત સમારોહમાં કુલ 245 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.. તેમાં પાંચ વર્ષના સંકલિત એલએલબી પ્રોગ્રામના 180 વિદ્યાર્થીઓ અને એલએલએમ પ્રોગ્રામના 65 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જે પૈકી 20 વિધાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.