ડીહાઇડ્રેશન અને બ્લડ પ્રેશર – આ બે સમસ્યાથી રાહત મેળવવા કરો માત્ર આટલું જ
જ્યારે પણ શરીરમાં બીમારી આવે ત્યારે લોકોના મગજમાં દરેક પ્રકાર વિચાર આવવા લાગે છે. એવુ કહેવાય છે કે જ્યાં સુધી શરીર સારુ હોય ત્યાં સુધી તો કોઈ ધ્યાન રાખતું નથી પણ જ્યારે પણ બીમારી શરીરમાં પ્રવેશી જાય ત્યારે અનેક પ્રકારના નુસ્ખાઓને ટ્રાય કરતા હોય છે. આવામાં આ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે હાઈડ્રેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે.
મળતી માહિતી મુજબ ડીહાઈડ્રેશન અને બ્લડ પ્રેશર વચ્ચે કનેક્શન છે. જ્યારે આપણે યોગ્ય માત્રામાં પાણી પીશું, ત્યારે આપણું શરીર હાઇડ્રેટેડ રહેશે. શરીરને હાઇડ્રેટેડ રાખવાથી, આપણું હૃદય તેનું કામ યોગ્ય રીતે કરી શકે છે. જેના કારણે આપણા લોહીનું પરિભ્રમણ પણ બરાબર રહે છે. તે જ સમયે, ડિહાઇડ્રેશનના કિસ્સામાં, આપણા હૃદયને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.
આ ઉપરાંત કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થને સુધારવા માટે આપણે યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિશ્રિત પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. વિટામિન્સ અને મેગ્નેશિયમ માટે તમે ફુદીનો, કાકડી, લીંબુ અને જાંબુ મિશ્રિત પાણી એટલે કે ડીટોક્સ વોટર પી શકો છો.
ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે અને આના પર કોઈ દાવો કરવામાં આવી રહ્યો નથી. જો શરીરમાં સમસ્યા સર્જાય તો ડોક્ટરને જાણ કરવી જરૂરી છે.