Site icon Revoi.in

સ્પાઈસ જેટના નોઝ વ્હીલમાં ખરાબી જણાતા દુબઈથી ઉડાનમાં ભરવામાં વિલંબ – ડિરેક્ટોરેટ જનરલે તપાસના આદેશ આપ્યા

Social Share

દિલ્હીઃ- સ્પાઈજટ જાણે હવે સુરક્ષાની દર્ષ્ટિએ સતત નિષ્ફળ પ્રાપ્ત થી રહ્યું હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે,જો છેલ્લા 24 દિવસની વાત કરવામાં આવે તો સ્પાઈસ જેટમાં અનેક પ્રકારની ખામીઓ જણાઈ છે જેના કારણે દૂર્ઘટના થતી અટકી છે તો ક્યારેક વિમાનને ઉડાન ભરવામાં વિલંબ થયો છે તો ક્યારેક ખઆમીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પણ વખત આવ્યો છે.,ત્યારે ફરી આવી જ ઘટના સામે આવી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલા દિવસે સ્પાઈજેટ  ટેક્નિકલ ખામીને કારણે ટેક ઓફ કરી શક્યું ન હતું. દુબઈથી મદુરાઈ જતું બોઈંગ B737  મેક્સ  વિમાન  સોમવારે નોઝ  વ્હીલમાં ખામીને કારણે ગ્રાઉન્ડ થઈ ગયું હતું. આ છેલ્લા 24 દિવસમાં નવમી વખત  છે કે જ્યારે  સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી  સામે આવી હોય.

ત્યાર બાદ એરલાઈન્સે મુંબઈથી દુબઈ માટે બીજી ફ્લાઈટ રવાના કરી હતી, જે મદુરાઈ પહોચી હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે  હવે આ ઘટનાને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ટેકનિકલ ખામીઓને કારણે ડિરેક્ટોરેટ જનરલે 6 જુલાઈએ જ એરલાઈન્સને  નોટીસ પણ ફટકારી હતી તેમાં આ ઘટનાઓના કારણ માંગ્યા હતા.