Site icon Revoi.in

ટેક્સ ભરવામાં મોડું થશે તો વેપારીઓના એકાઉન્ટમાંથી GSTના દંડની રકમ કપાઈ જશે

Social Share

અમદાવાદઃ જીએસટીની આવક વધારવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જીએસટી લાગુ થયા બાદ અનેક વેપારીઓ સમયસર રિટર્ન અને ટેક્સ સમયસર ભરતા ન હોય ડિપાર્ટમેન્ટ દંડની વસૂલાતનો નિયમ લાગુ કર્યો હતો પરંતુ અનેક વેપારીઓ આ રકમ પણ ભરતા ન હોય અને જીએસટી પણ તેની કડક વસૂલાત કરી શકાતી  ન હોય વેપારીઓ છટકી જતા હતા. હવે તાજેતરમાં જ જીએસટીએ વેપારીઓના લેજર એકાઉન્ટમાંથી જ દંડની વસૂલાત કરવાનું નક્કી કર્યુ છે.  આથી જીએસટી ન ભરતા  વેપારીઓને નવા વર્ષમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ GST R-વન હોય કે 3-B રિટર્ન. વેપારીઓએ સીધા પોતાના લેજર એકાઉન્ટમાંથી ટેક્સ ભરી દેતા હતા જેમાં એવા વેપારીઓનો પણ સમાવેશ થતો હતો જેઓ રિટર્ન-ટેક્સ સમયસર કરતાં હતા નિયમ મુજબ તો રિટર્ન ભરતી વખતે વેપારીના એકાઉન્ટમાંથી દંડની રકમ વસુલવી જોઈએ, પરંતુ અધિકારીઓ લેજર એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા વસૂલી શકતા ન હતા. આથી અનેક વેપારીઓ ચાલાકી વાપરીને ફટાફટ રિટર્ન-ટેક્સ ભરી જતા હતા. હવે દંડની રકમ વસૂલવા જીએસટીએ વેપારીઓના લેજર એકાઉન્ટમાં પણ એવી સિસ્ટમ ગોઠવી છે. જેનાથી દંડની રકમ પહેલેથી માઇનસમાં બતાવશે. આથી વેપારી જેવા ટેક્સ માટે રૂપિયા એકાઉન્ટમાં ભરશે કે તરત જ તેમાંથી દંડની રકમ કપાઇ જશે. જીએસટીના અધિકારીઓ કહી રહ્યા છે. કે, નવી સિસ્ટમથી ઈમાનદાર વેપારીઓને કોઈ પરેશાની નથી. તેઓ સામેથી દંડ ભરી દેતા હોય છે. નોંધનીય છે કે, શહેરમાં વેપારીઓ પાસેથી દંડ પેટે જીએસટીએ 40 લાખ લેવાના થાય છે. જીએસટીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે લેજરમાંથી ટેક્સ ભરતી વખતે વેપારીઓ આમાં બેલેન્સ રાખતા નથી. જેટલો ટેક્સ ભરવાનો હોય એટલા જ રૂપિયા એકાઉન્ટમાં રખાય છે.