Site icon Revoi.in

દિલ્હી: એરપોર્ટના ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થતા 1 વ્યક્તિનું મૃત્યુ

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદને પગલે  દિલ્હી એરપોર્ટ ખાતે ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 8 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મૃત્યું થયું છે. આ ઘટનાને પગલે ટર્મિનલ 1 પાસે પાર્ક કરાયેલા વાહનોને પણ મોટું નુકસાન થવા પામ્યુ છે. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીના જણાવ્યા મુજબ ત્રણ ફાયરની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટનાને કારણે ટર્મિનલ -1ને આંશિક રીતે બંધ કરવામાં આવ્યું છે તો કેટલીક ફ્લાઈટ રદ્દ થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે. જ્યારે કેટલીક ફ્લાઈટને ટર્મિનલ 2થી સંચાલિત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજારાપુ આજે સવારે દિલ્હીના પાલમમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1નું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ પત્રકારોને જણાવ્યું કે, સ્થિતિ હવે નિયંત્રણમાં છે. બાકીના ટર્મિનલ બિલ્ડિંગને બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

આ અંગે કેન્દ્રીય નાગરિક ઉડડ્યન મંત્રી રામ મોહન નાયડુ કિંજારાપુએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના પર તેમની નજર છે.  સાથે જ તેઓએ  ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિની જાતમાહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. તેમજ મૃતકના પરિવારજનને 20 લાખ રૂપિયાની આપવાની પણ જાહેરાત કરી છે.