Site icon Revoi.in

દિલ્હીઃ-  60 વાનરોને ક્વોરોન્ટાઈન કરાયા, કોરોના હોટસ્પોટ પરથી આ વાનરોને પકડવામાં આવ્યા હતા

Social Share

દિલ્હીઃ- દિલ્હી સરકારના વનવિભાગે 60 વાનરોને 14 દિવસ માટે ક્વોરોન્ટાઈન કર્યા છે. આ વાંદરાઓ દક્ષિણ દિલ્હીના તે વિસ્તારોમાંથી પકડાયા હતા જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. વન વિભાગની ટીમે તુગલકાબાદના એનિમલ રેસ્ક્યૂ સેન્ટરમાં આ વાનરોને ક્વોરોન્ટાઈન કર્યા હતા. જેમાંથી, 30 વાનરોને 14 દિવસના ક્વોરોન્ટાઈન બાદ મૂ્કત કરવામાં આવ્યા છે, જે હવે અસોલા ભાટી વન્યપ્રાણી અભયારણ્યમાં મોકલવામાં આવશે . જ્યારે બાકીના 30 વાનરોને હજી પણ ક્રવોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.

જો કે, અત્યાર સુધી પકડાયેલા કોઈપણ વાનરોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. આ વાનરોના એન્ટિજેન પરીક્ષણો પણ કરવામાં આવ્યા હતા, જેમાં તેઓ નકારાત્મક હોવાનું જણાયું હતું. હકીકતમાં, દિલ્હી સરકારના વન વિભાગ મુજબ, હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં ઘણા સિંહોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે બાદ દિલ્હી સરકારના વન વિભાગે જ્યા વારયસ વધુ ફેલાતો હોય ત્યાંથી વાનરોને સાવચેતીભર્યા સ્થળો લઈ જઈને  ક્વોરોન્ટાઈન કરી દીધા જેથી આ ચેપ અન્ય પ્રાણીઓમાં ન ફેલાય.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાનું સંક્રણ ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યું છે, વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને આ વાનરોને સંક્રમિત જગ્યાઓ પરથી પકડીને સુરક્ષિત જગ્યાઓ પર ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા,દિલ્હીમાં કોરોનાની બીજી તરંગમાં લગભગ 25 હજાર કેસ નોંધાયા હતા. આ સાથે દેશની રાજધાની દિલ્હીમાં આરોગ્ય તંત્ર પણ બગડતું જોવા મળ્યું હતું. આ પછી દિલ્હીમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જે બાદ કોરોનાના કેસોમાં તીવ્ર ઘટાડો થયો હતો.