દિલ્હીઃ કોરોનામાં 5 દિવસમાં મૃત્યુ પામનારાઓ દર્દીઓ પૈકી 74 ટકાએ કોરોનાની રસી લીધી ન હતી
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન દિલ્હી સરકારના અહેવાલ મુજબ, 5 થી 9 જાન્યુઆરી વચ્ચે 46 લોકોના મોત થયા હતા, જેમાંથી 34 લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. આમ કોરોનામાં મૃત્યુ પામનારાઓ પૈકી 74 ટકા લોકોએ કોરોનાની રસી નહીં લીધી હોવાનું સામે આવ્યું છે. રસીકરણથી કોરોનામાં મૃત્યુનું જોખમ વધ્યું છે.
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) ની બેઠકમાં 5 થી 9 જાન્યુઆરી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં સામેલ એક અધિકારીના જણાવ્યા અનુસાર, મૃત્યુની સંખ્યામાં વધારાનો અભ્યાસ કરવા પર પણ સહમતિ બની છે. દિલ્હી સરકારે આ માટે કોવિડ ડેથ એનાલિસિસ કમિટીની રચના કરી છે.
દરમિયાન રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર બીએલ શેરવાલએ જણાવ્યું હતું કે, કોરોનાથી હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. એવું કહેવું ખોટું હશે કે આ વખતે મૃત્યુ માત્ર કોરોનાના કારણે થઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે આ વખતે કો-રોબિડિટીના કારણે વધુ મૃત્યુ થઈ રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, લોક નાયક હોસ્પિટલમાં 74 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જો કે મૃત્યુ બાદ તપાસમાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત કેન્સરને કારણે વધુ એક મૃત્યુ થયું હતું. તેમજ એક દર્દીનું છાતીમાં ઈન્ફેક્શનના કારણે મોત થયું છે. એટલે કે, 46 માંથી 34 મૃત્યુ એવા લોકોમાં થયા છે જેમને કોરોના ચેપને વધુ ખતરનાક બનાવવા માટે પહેલાથી જ કોઈ ગંભીર બીમારી હતી.
દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા અરવિંદ કેજરિવાલ સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંક્રમણને વધારે ફેલતુ અટકાવવા માટેં જરૂરી પગલા લેવામાં આવી રહ્યાં છે.
(PHOTO-FILE)